Home »Uttar Gujarat »Latest News »Mehsana» Kadi Collage NCC Girls Renuka Dhobi Will Represent Country In The Abroad

13 લાખ કેડેટ્સમાં અવ્વલ રહી કડીની રેણુકા ધોબી, વિદેશમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ

Bhaskar News, Kadi | May 14, 2017, 04:36 AM IST

  • 13 લાખ કેડેટ્સમાં અવ્વલ રહી કડીની રેણુકા ધોબી, વિદેશમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ,  mehsana news in gujarati
કડી:કડીની પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજમા ટીવાય બીએસસીમાં અભ્યાસ કરતી રેણુકા ધોબીની દેશના 13 લાખ એનસીસી કેડેટસમાંથી બેસ્ટ 100 કેડેટ્સમાં પસંદગી થઇ છે. જે આગામી દિવસોમાં વિદેશની ધરતી પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજની રેણુકા ધોબી

કડીની પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટસ કોલેજમાં એનસીસીની સઘન તાલીમ કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. સંસ્થાના ચેરમેન વલ્લભભાઈ પટેલ અને કોલેજના આચાર્ય ડૉ.અજયભાઈ ગોરની દેખરેખ હેઠળ એનસીસી કેડેટસ છેલ્લા ત્રણ વર્ષથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ગણતંત્ર દિવસની પરેડમાં (નવી દિલ્હી) ભાગ લેવાથી માંડીને ડાયરેક્ટર જનરલ કમેન્ડેશન કાર્ડ સુધીના શ્રેષ્ઠ એવોર્ડ્સ પ્રાપ્ત કર્યા છે.

રેણુકા ધોબી 13 લાખ કેડેટ્સમાં અવ્વલ રહી

એનસીસી અંતર્ગત યુથ એકસચેન્જ પ્રોગ્રામ દ્વારા વિદેશમાં ભારતના પ્રતિનિધિત્વ માટે આખા ભારતમાંથી 13 લાખથી પણ વધારે એનસીસી કેડેટસોએ તાજેતરમાં ભાગ લીધો હતો. જેમાંથી 100 કેડેટ્સની પસંદગી કરાઇ છે. ખૂબ જ અઘરી અને સંકીર્ણ પસંદગી પ્રક્રિયા જેમાં લેખિત પરીક્ષા, ડ્રીલ ટેસ્ટ, ગ્રુપ ડિસ્કસન અને અંગત મુલાકાતમાંથી પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજની કેડેટ્સ ધોબી રેણુકા રમેશભાઈની પસંદગી થઇ છે. જે આગામી દિવસોમાં વિદેશની ધરતી પર ભારતનું પ્રતિનિધત્વ કરશે. કોલેજના એનસીસી ઓફિસર લેફ્ટનન્ટ ડૉ.પરિમલ ચત્રભુજે માર્ગદર્શન આપ્યું હતું.

પાસપોર્ટ કઢાવવા માટે કોલેજે મદદ કરી

રેણુંકાના પિતા રમેશભાઈ ધોબી કપડાંને ઈસ્ત્રી કરવાનો વ્યવસાય કરે છે. સામાન્ય પરિસ્થિતિઓમાં કઠીન પરિશ્રમ કરી તેમની દીકરીને ભણાવી રહ્યા છે. રાષ્ટ્રીય એનસીસી કેડેટસમાં પસંદગી થતાં પાસપોર્ટ કઢાવવા રેણુંકાને કોલેજ સ્ટાફે મદદ કરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kadi Collage NCC Girls Renuka Dhobi Will Represent Country in the Abroad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended