Home »Uttar Gujarat »Latest News »Mehsana» Including Husband 7 In Low Life Imprisonment, For Wife Murder Case

મહેસાણા: પરણિતાની હત્યા કરનાર પતિ સહિત 7 સાસરીયાઓને આજીવન કેદ

Kamini Acharya, Mehsana | Mar 18, 2017, 03:15 AM IST

  • આખો પરિવાર કોર્ટરૂમમાં પોક મૂકી રડી પડ્યો
મહેસાણા:  માંકણજગામે અઢી વર્ષ પૂર્વે પરિણિતાને ઘરમા ઘસડીજઇ કેરોસીન રેડીને જીવતી સળગાવી દેનાર પતિ અને 7 સાસરીયાઓને મહેસાણા ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટે શુક્રવારે કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂ 15હજાર દંડ ફટકાર્યો હતો.
 
માંકણજગામના વિરમભાઇ હીરાભાઇ દંતાણીને લગ્નના ટુંકાગાળામાં પત્ની સુર્યાબેન સાથે બોલાચાલી થતી હતી જેમા તેના માતા-પિતા સહિતની ચઢવણીના કારણે અવાર નવાર તેણીને માર પણ મારતો હતો.ગત 22 ઓકટોમ્બર,2015ના બપોરે થયેલી બોલાચાલીને પગલે દોડીને ઘરની બહાર જઇ રહેલી મહિલાને તેના પતિ અને સાસરીયાઓએ અટકાવી વાળ ખેંચીને ઘરમા ઘસડી ગયા હતા.અહી સુર્યાબેનને અસહિય મારમારી સાસરીયાઓએ હાથપગ પકડી રાખ્યા હતા જ્યારે વિરમ દંતાણીએ ઘરમા પડેલો કેરોસીન ભરેલો કેરબો દિવાસળી ચાંપતા જ ભડભડ સળગી હતી. 

જ્યારે પતિ અને સાસરીયાઓ મકાનના દરવાજાને બહારથી હડો મારીને ભાગી ગયા હતા.98 ટકા દાઝી ગયેલી હાલતમા મહિલાએ સાંથલ પોલીસ મથકમાં પતિ અને 7 સાસરીયાઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.ઉપરોકત કેસ મહેસાણા ડિસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ ડી.એ.જોષી સમક્ષ ચાલતા સરકારી વકીલ હસુમતીબેન એચ.મોદીની દલિલોને સાંભળ્યા બાદ કોર્ટે 8 આરોપીઓને હત્યાના ગુનામા કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા અને રૂ 15હજાર દંડ ફટકાર્યો હતો.
 
કોણે થઇ આજીવન કેદની સજા
 1.વિરમભાઇ હીરાભાઇ દંતાણી ( પતિ)
 2.હીરાભાઇ શંકરભાઇ દંતાણી (સસરા)
 3.કૃષ્ણા હીરાભાઇ દંતાણી (સાસુ)
 4.જશુભાઇ હીરાભાઇ દંતાણી (દિયર)
 5.ગગાભાઇ શાંન્તુભાઇ દંતાણી (કાકાજીનો પુત્ર)
 6.દિનભાઇ હીરાભાઇ દંતાણી (દિયર)
 7.ચંદાબેન જશુભાઇ દંતાણી (દેરણ)
 8.રઇબેન ગંગારામ દંતાણી (દેરાણી)
 
મહિલાનું ડીડી,ફરીયાદ મહત્વની
 
સમગ્ર પંથકમા ચર્ચાસ્પદ એવા આ કેસમાં કોર્ટ સમક્ષ 20 સાથીઓની જુબાની લેવાઇ હતી જેમાં મહિલાએ મરતા પહેલા આપેલુ ડીડી અને  ફરિયાદ મહત્વની બની રહી હતી.જેને આધારે કોર્ટે તમામને સજા માટે જવાબદાર ઠરાવ્યા હતા.નોંધનીય છે કે, જજે સભા સંભળાવતા જ આખો પરિવાર કોર્ટ રૂમમાં જ પોક મુંકીને રડી પડ્યો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: including Husband 7 in low life imprisonment, for wife murder case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended