Home »Uttar Gujarat »Latest News »Mehsana» Harshad Patel Appointment At Mehsana District Panchayat

મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન તરીકે હર્ષદ પટેલની વરણી

Bhaskar News, Mehsana | Mar 11, 2017, 03:22 AM IST

મહેસાણા: મહેસાણા જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની શુક્રવારે મળેલી બેઠકમાં બાકીની ટર્મ માટે નવા ચેરમેન તરીકે લાડોલ બેઠકના હર્ષદ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી. જે સાથે છેલ્લા એક વર્ષથી ચાલતા કારોબારી ચેરમેનના વિવાદનો આખરે અંત આવ્યો હોવાનું હાલના તબક્કે મનાઈ મનાઈ રહ્યું છે.

લાંબા સમય બાદ 2015માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા મળ્યા બાદ વિવિધ કમિટીઓના ચેરમેનોની વરણી મામલે આંતરિક વિવાદ સર્જાયો હતો. છેવટે કેટલીક કમિટીઓમાં સભ્યોએ બળવો કરી પક્ષના મેન્ડેટ વિરુદ્ધ અન્ય સભ્યોને ચેરમેન પદે બેસાડી દેતાં લાંબા સમય સુધી વિવાદ રહ્યો હતો. રાજીનામાંના નાટક બાદ એક સમયે વિવાદ ખાળવામાં પક્ષને સફળતા મળી હતી. છેવટે કારોબારી ચેરમેન પ્રહલાદભાઈ પટેલનું રાજીનામુ માન્ય રહેતાં કારોબારી ચેરમેનની ચૂંટણી માટે શુક્રવારે બપોરે કારોબારી કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે લાડોલ બેઠકના હર્ષદકુમાર અરવિંદભાઈ પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવતાં અન્ય સદસ્યો અને સ્નેહીજનોએ તેમને ફુલહાર કરી વધાવ્યા હતા.

કારોબારી ચેરમેન જ કેમ બદલ્યા? કચવાટ
 ગત વર્ષે કમિટીઓની રચના થઈ ત્યારે ત્રણથી ચાર સમિતિઓના ચેરમેન મેન્ડેટ વિરુદ્ધ જઈને સભ્યોએ ચૂંટી કાઢ્યા હતા. જે-તે સમયે કારોબારી ચેરમેન માટે હર્ષદ પટેલના નામનો મેન્ડેટ હતો તે મુજબ હવે તે કારોબારી ચેરમેન તો બની ગયા પરંતુ અન્ય કમિટીઓના ચેરમેન કેમ ન બદલ્યા તેવા સવાલ સાથે કેટલાક સભ્યોમાં કચવાટ સર્જાયો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Harshad Patel appointment at Mehsana district panchayat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended