Home »Uttar Gujarat »Latest News »Mehsana» Hardik, Lalaji Patel With All 17 Accused Have Been Chargesheeted In A Sessions Court

હાર્દિક, લાલજી સહિત 17 સામે ચાર્જફ્રેમ, આગામી સુનાવણી હવે 24 મેના રોજ

Bhaskar News, Visnagar | May 11, 2017, 03:12 AM IST

  • બુધવારે તમામ આરોપીઓ હાજર રહેતાં કેસ ચાર્જફ્રેમ કરાયો છે
વિસનગર: વિસનગરમાં 23 જુલાઇ 2015ના રોજ નીકળેલી પાટીદાર અનામત આંદોલનની રેલી બાદ થયેલા તોફાનના કેસમાં બુધવારે હાર્દિક પટેલ અને લાલજી પટેલ સહિત તમામ 17 આરોપીઓ સેશન્સ કોર્ટમાં હાજર રહેતાં કેસ ચાર્જ ફ્રેમ કરાયો હતો અને આ કેસમાં કોર્ટે આગામી 24 મેના રોજ મુદત આપી છે.

વિસનગરમાં પાટીદાર અનામત આંદોલન રેલી બાદ ધારાસભ્ય ઋષિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ સહિતના ગુનામાં પાસ કન્વીનર હાર્દિક પટેલ સહિત 17 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે કેસ  વિસનગરની સેશન્સ કોર્ટમાં કમીટ થયા બાદ બુધવારે મુદત હોઇ પાસના હાર્દિક પટેલ અને એસપીજીના લાલજી પટેલ સહિત 17 આરોપીઓ હાજર રહેતાં કેસ ચાર્જફ્રેમ કરાયો હતો. 

આ કેસમાં કોર્ટે 24 મેની મુદત આપી છે.  આ અંગે હાર્દિકના વકીલ રાજેન્દ્ર જે.પટેલે જણાવ્યું કે, બુધવારે તમામ આરોપીઓ હાજર રહેતાં કેસ ચાર્જફ્રેમ કરાયો છે અને આ કેસમાં કોર્ટે 24મીની મુદત આપી છે.
 
નોંધનીય છે કે, આ કેસની 21મી એપ્રિલની મુદતના રોજ વકીલોની હડતાળ હતી, હાર્દિક પટેલ હાજર રહ્યો હતો પરંતુ અન્ય આરોપીઓ હાજર ન રહેતાં કેસમાં મુદત પડી હતી. જેની બુધવારે સુનાવણી હાથ ધરાઇ હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Hardik, Lalaji Patel with All 17 accused have been chargesheeted in a sessions court
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended