Home »Uttar Gujarat »Latest News »Mehsana» Gujarat Only One Sainik School For Girls In Mehsana

ગુજરાતની એકમાત્ર સૈનિક ગર્લ્સ સ્કૂલ છે મહેસાણા જિલ્લામાં

Bhaskar News, Mehsana | Mar 08, 2017, 03:53 AM IST

મહેસાણા:  મહેસાણા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી એક સૈનિક કન્યા શાળા ચાલે છે. આ સ્કુલમાં છોકરીઓ ને અભ્યાસની સાથે સાથે સેનામાં અપાતી ટ્રેનિંગ પણ અપાય છે. જેનાથી આગળ જઇને આમાં કેરિયર બનાવી શકાય. ખેરવામાં આવેલી ગણપત યુનિ.કેમ્પસમાં શ્રીમતી એમ.જી.પટેલ સૈનિક સ્કુલ ફોર ગર્લ્સમાં ધો. 6 થી પ્રવેશ લઇ શકાય છે.

આમ તો આ સ્કુલ સામાન્ય શાળાઓ જેવી છે જ્યાં રૂટિન સ્ટડીની સાથે-સાથે ક્રિકેટ, બેડમિંટન, ટેનિસ જેવી રમતોમાં પણ છોકરીઓ ભાગ લે છે. પણ જે અભ્યાસ આ શાળાને બીજી સ્કુલોથી જુદી પાડે છે. ટ્રેકિંગ, રોક ક્લાયમ્બિંગ અને પર્વતારોહણ જેવી ગતિવિધિઓ જે આર્મીમાં જવા માટે જરૂરી છે.

મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી આનંદીબેન પટેલે રાજ્યમાં છોકરાઓ માટે સૈનિક સ્કુલ છે તો છોકરીઓ માટે કેમ નહી આ મુદો ઉઠાવતા ગણપત યુનિ. ટ્રસ્ટ 1999 માં આ સ્કુલ શરૂ કરવા આગળ આવ્યુ હતુ. 

સરકાર તરફથી આ સ્કુલ માટે ફુડ બિલ અને અાર્મી ટ્રેનિંગ માટે  સહાય આપવામાં આવે છે. ત્યારે ધોરણ 6-10 સુધીમાં 248 વિદ્યાર્થીનીઓ અહિંયા શિક્ષણ લઇ રહી છે. વેરાવળ થી સૌથી વધુ 60 છોકરીઓ આ શાળામાં છે. આ સિવાય મહેસાણા, સુરત, નવસારી, જુનાગઢથી પણ અહિંયા છોકરીઓ ભણી રહી છે.

સવારે 5-30 વાગ્યાથી ટ્રેનિંગ શરૂ થાય છે
સ્કૂલનાં પ્રિન્સિપાલ લક્ષ્મીનારાયણના જણાવ્યા અનુસાર સરકારના નિયમ પ્રમાણે અત્યારે યુવતીઓ ગ્રેજ્યુએશન પછી જ સેનામાં જોડાઇ શકે છે. એટલે અહિંયા આર્મીની ટ્રેનિંગ પ્રમાણે જ સવારે 5.30 થી લઇ તમામ ટ્રેનિંગ થાય છે. દર શનિવારે આર્મી યુનિફોર્મ માં જ પરેડ થાય છે. જેનાથી છોકરીઓનો આત્મવિશ્વાસ વધે અને આગળ જે ફિલ્ડમાં ઇચ્છે જઇ શકે.

આર્થિક કટોકટી વચ્ચે અભ્યાસ પૂરો થયો
^હું અભ્યાસ કરતી હતી ત્યારે ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોઇ પ્રથમ વર્ષમાં પરિવારે મદદ કરી. પરંતુ બીજા વર્ષે અભ્યાસ છોડવાની સ્થિતિ વચ્ચે સંસ્થાએ ફી ચૂકવી અને આજે હું અમદાવાદમાં પેથોલોજી લેબોરેટરીમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું.
> જીનલ પટેલ, ભૂતપૂર્વ છાત્રા

શરૂઆતના બે વર્ષ મુશ્કેલી પડી
^સ્કૂલવાન ચલાવી ઘર ચલાવું છું. તેવામાં રીશીતાના અભ્યાસના પ્રથમ બે વર્ષમાં મુશ્કેલી પડી હતી. પરંતુ મારી દીકરી અભ્યાસ અને રમત-ગમતમાં આગળ હોઇ ફીમાં માફી મળી છે. હવે દીકરીના અભ્યાસની ચિંતા નથી. 
> સિતારામ ચંદવાની,છાત્રાના પિતા
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat only one Sainik School for girls in mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended