Home »Uttar Gujarat »Latest News »Mehsana» Gangajal Spreads On Mehsana Presiden Chair, Vice President Took Charge

મહેસાણા: પાલિકા પ્રમુખની ખુરશી પર ગંગાજળ છાંટીને ઉપપ્રમુખે સંભાળ્યો ચાર્જ

Bhaskar News, Mehsana | May 10, 2017, 03:58 AM IST

  • મહેસાણા: પાલિકા પ્રમુખની ખુરશી પર ગંગાજળ છાંટીને ઉપપ્રમુખે સંભાળ્યો ચાર્જ,  mehsana news in gujarati
મહેસાણા: કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકા પ્રમુખના મુદ્દે લાંબા સમયથી ચાલતા વિવાદને અંતે આખરે મંગળવારે બપોરે ઉપપ્રમુખ જયદિપસિંહ ડાભીએ પાલિકા પ્રુમખની ખુરશી પર ગંગાજળ છાંટીને પાલિકા પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો હતો. આ સમયે પૂર્વ પ્રમુખ નિમિષાબેન ગેરહાજર રહ્યાં હતાં.

મહેસાણા નગરપાલિકા પ્રમુખ નિમિષાબેન પટેલે અવિશ્વાસની દરખાસ્તને પગલે 3  દિવસ બાદ હોદ્દો છોડ્યા પછી મંગળવારે બપોરે ઉપપ્રમુખ જયદિપસિંહ ડાભીએ તેમનો ચાર્જ સંભાળ્યો હતો. આ સાથે પાલિકામાં લાંબા સમયથી ચાલતા ગજગ્રાહનો અંત આવ્યો હોવાનું માનવામાં આવે  છે. 

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલા, શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટે પાલિકાનો ચાર્જ ઉપપ્રમુખને સોંપ્યો તે સમયે પૂર્વ પાલિકા પ્રમુખ નિમિષાબેન પટેલ અને નારાજ 4 કોંગી નગરસેવકોની ગેરહાજરી હતી. ભાજપના તમામ નગરસેવકોએ ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી. કોંગ્રેસના સિનિયર નગરસેવક રમેશ ભુરીએ સવા વર્ષનો વનવાસ પૂર્ણ થયો. પ્રથમ વખત પ્રમુખની ઓફિસમાં પ્રવેશ કર્યાની ટીપ્પણી કરી હતી.

પ્રમુખની ખુરશી પર ગંગાજળનો છંટકાવ
પૂજા અર્થે આવેલા બ્રાહ્મણે ગંગાજળનો છંટકાવ કરી કંકુથી સાથિયો કરીને પ્રમુખની ખુરશીને પવિત્ર કરી હતી. બીજી બાજુ ચેમ્બરની બહાર મારેલી પ્લેટ પર પાલિકા પ્રમુખ જયદિપસિંહ ડાભીની આગળ ઇન્ચાર્જ લખવાનું ભૂલી ગયેલા કર્મચારીઓએ તાત્કાલિક ભૂલ સ્વીકારી લીધી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gangajal spreads on Mehsana Presiden chair, Vice President took charge
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended