Home »Uttar Gujarat »Latest News »Mehsana» Father Donate His Son Eye In Mehsana

મહેસાણા: કારની અડફેટે બાઇક ચાલકનું મોત, પુત્રની આંખનું દાન પિતાએ કર્યું

Bhaskar News, Mehsana | Mar 19, 2017, 03:06 AM IST

  • મહેસાણા: કારની અડફેટે બાઇક ચાલકનું મોત, પુત્રની આંખનું દાન પિતાએ કર્યું,  mehsana news in gujarati
મહેસાણા:પાંચોટ નજીક શનિવારે બપોરે કારે ટક્કરે ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલક કિશોરનું મોત થયું હતું. જ્યારે મૃત્યુ પામેલો 16 વર્ષનો આનંદ અન્યની આંખોમાં જીવીત રહે તેવો પરિવારે નિર્ણય લીધો હતો અને  મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચક્ષુબેંકે સિવિલના તબીબની મદદથી બંને ચક્ષુ મેળવી અમદાવાદ મોકલી આપ્યા હતા.

પોલીસ પુત્રની કારે બાઇક ચાલકને ફંગોળ્યો હતો

મહેસાણા નજીક પાંચોટ ગામનો આનંદજી ઠાકોર (16)  બાઇક લઇ અંબાજી માતાજીના મંદિર નજીકનો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે પાછળથી પૂરઝડપે નીકળેલી કાર (જીજે 18 બીએચ 0919)ના ચાલકે ટક્કર મારી હતી. જેમાં બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયેલા આનંદજીના શરીર પરથી કારનું ટાયર ફરી વળતાં મહેસાણા સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં મોત થયું હતું. તાલુકા પોલીસે વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

એકનો એક પુત્ર અન્યની આંખોમાં જોઇશ

એકના એક લાડકવાયા પુત્રના મૃત્યુથી વ્યથિત નાગજીભાઇ ઠાકોર પુત્ર આનંદના મૃતદેહને જોતાં જ ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યા હતા. તેમના શબ્દોમાં કહીએ તો, ભગવાને પરિવારનો આનંદ છીનવી લીધો, પરંતુ તેની બંને આંખો અન્યનાં શરીરમાં જીવીત રહેશે.

પોલીસપુત્રને બચાવવા નિવેદનો બદલ્યાનો આક્ષેપ

કિશોરના મોતની ઘટનાને પગલે સિવિલમાં ટોળા જામ્યા હતા. જ્યારે અકસ્માત બાદ ઇજાગ્રસ્તને સિવિલમાં લઇ આવનાર કાર ચાલકને પોલીસે જ ભગાડી મૂક્યાનો મૃતકના પરિવારોએ આક્ષેપ કર્યો છે. સાથે કારચાલક નિવૃત્ત પોલીસ અધિકારીનો પુત્ર હોઇ પોલીસે 2 વખત નિવેદનો સહિતની શંકાસ્પદ કામગીરી સામે પણ રોષ ઠાલવ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Father Donate His Son Eye in Mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended