Home »Uttar Gujarat »Latest News »Mehsana» Eight Years In Prison For Rape With Women At Mehsana

મહેસાણા: સંતાન માટે વિધિના બહાને દુષ્કર્મ આચરનારા ભૂવાને 8 વર્ષની સજા

Bhaskar News, Mehsana | Mar 19, 2017, 03:20 AM IST

  • મહેસાણા: સંતાન માટે વિધિના બહાને દુષ્કર્મ આચરનારા ભૂવાને 8 વર્ષની સજા,  mehsana news in gujarati
મહેસાણા:સંતાન માટે  વિધિના બહાને દુષ્કર્મ આચરનારા કૈયલ ગામના ભૂવાને મહેસાણા કોર્ટે શનિવારે 8 વર્ષની કેદ અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો. કડી તાલુકાની અકે મહિલાને લગ્નને 4 વર્ષ થવા છતાં સંતાનસુખ નહીં મળતાં બાંધા આખડીઓ શરૂ કરી હતી. દરમિયાન કડી તાલુકાના કૈયલ ગામનો ભૂવો પ્રહલાદજી મંગાજી ઠાકોર સંતાન પ્રાપ્તી કરાવી આપશે તેવી પરિચિતે કરેલી વાત સાંભળી મહિલા ભૂવાને મળી હતી.

કૈયલના ભૂવાએ કડી પંથકની મહિલાને વાતોમાં ફસાવી હતી

8 મે, 2016ના રોજ રાત્રે 9થી 12 વાગ્યા સુધી દાણા નાખીને સમય પસાર કરનાર ભૂવો વિધિના બહાને મહિલાને નજીકના ખેતરમાં લઇ ગયો હતો અને અહીં તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતું. ઘરે પહોંચેલી મહિલાએ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરતાં સમગ્ર મામલો પોલીસમાં પહોંચ્યો હતો અને ભૂવા વિરુદ્ધ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ ડી.એ. જોષી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ રેખાબેન જોષીની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે પ્રહલાદજી મંગાજી (ભૂવા)ને કસુરવાર ઠરાવી 8 વર્ષની કેદ અને રૂ.10 હજાર દંડ ફટકાર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Eight Years in Prison For Rape With Women at Mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended