Home »Uttar Gujarat »Latest News »Mehsana» Dabang Lady Sarpanch Of Palavasna Who Visit Village On Bullet With Gun

કેડમાં રિવોલ્વર સાથે બુલેટ લઈને ફરે છે આ મહિલા સરપંચ...

Bhaskar News, Mehsana | Mar 08, 2017, 04:03 AM IST

  • કેડમાં રિવોલ્વર સાથે બુલેટ લઈને ફરે છે આ મહિલા સરપંચ...,  mehsana news in gujarati
મહેસાણા: પાંચ વર્ષ પહેલાં 25 વર્ષની ઉંમરે સરપંચ તરીકે જ ચૂંટણી લડી, ડોર ટુ ડોર ફરીને મહિલાઓ, યુવાનોને સમજાવી તેમના મતના આધારે માત્ર 4 મતથી વિજેતા બનેલાં પાલાવાસણા ગામનાં આ મહિલા સરપંચ આશાબેન પટેલ કેડમાં રિવોલ્વર સાથે બુલેટ લઈને નીકળે ત્યારે સૌ ફાટી આંખે જોઇ રહે છે. શરૂઆતમાં ગ્રામ પંચાયતનાં સભ્યોની અવગણનાનો સામના સાથે વિકાસકાર્યોમાં જોતરાઈને સૌને પોતાના તરફી કરી લીધા છે. ગામમાં વર્ષોથી એકહથ્થુ શાસન ચલાવતા ગણ્યાગાંઠ્યા વડીલો હજુ પણ મટીબેનને સરપંચ તરીકે સ્વીકારી શકતા નથી અને અડચણો ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ હવે ગામમાં લોકપ્રિય બની ગયેલાં મટીબેનને તમામ સભ્યો અને ગ્રામજનોનો સહકાર હોઈ વિરોધીઓ ફાવતા નથી. 

"મટી' ઉપનામે જાણિતાં આશાબેનને લગ્ન કરવાની ઈચ્છા ન હોતી. જાહેરક્ષેત્રમાં સેવા આપવાની ઈચ્છા હોઇ વડીલોના વિરોધ વચ્ચે ચૂંટણી લડ્યાં, સરપંચ પણ બન્યાં.  છોકરાની જેમ રહે છે. દિલ્હી કે મુંબઈ જવું હોય તો પણ કોઈ ડર વગર જાતે જ ડ્રાયવિંગ કરીને એકલી જાય છે, જરૂર પડ્યે ટ્રક પણ ચલાવી શકે છે. રિવોલ્વર પણ રાખે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: dabang lady sarpanch of palavasna who visit village on bullet with gun
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended