Home »Uttar Gujarat »Latest News »Mehsana» Bus Accident On Valam, 5 Injured

ડ્રાઇવરને ચક્કર આવતાં ST બસ ચોકડીમાં ઉતરી ગઇ, 5ને ઇજા

Bhaskar News, Mehsana | May 11, 2017, 04:29 AM IST

વિસનગર:  વિસનગર તાલુકાના વડુથી વાલમ થતા રોડ પર એસટી ડ્રાઇવરને ચક્કર આવતાં બસ ચોકડીમાં ઉતરી ગઇ હતી. જેમાં ડ્રાઇવર-કંડક્ટર સહિત 5ને ઇજા પહોંચતાં વિસનગર સિવિલમાં ખસેડાયા હતા. જેમાં 3ને વધુ સારવાર અર્થે મહેસાણા રીફર કરાયા છે.

મહેસાણા તાલુકાના હરિપુરા-રૂપાલ ગામના બાબુભાઇ પિતાંબરદાસ મહેસાણા ડેપોમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. બાબુભાઇ બુધવારે બસ (જીજે 18 વાય 5202) લઇ મહેસાણાથી વડનગર નીકળ્યા હતા. ત્યારે વિસનગરના વાલમથી વડુ જવાના રોડ પર એસટી ડ્રાઇવર ઠાકોર જયંતિજી કરણાજીને ચક્કર મારતાં સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતાં બસ  ચોકડીમાં ઉતરી ગઇ હતી. 

જેના કારણે ડ્રાઇવર જયંતિજી તેમજ કંડક્ટર અને અન્ય 3 પેસેન્જરને ઇજા પહોંચતાં 108 ઇમરજન્સીમાં સારવાર અર્થે વિસનગર સિવિલમાં લવાયા હતા. જ્યાંથી ડ્રાઇવર અને 2 પેસેન્જરને મહેસાણા રીફર કરાયા છે. આ બનાવ અંગે પોલીસે બાબુભાઇના નિવેદનને આધારે જાણવાજોગ  નોંધ કરી છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bus accident on valam, 5 injured
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended