Home »Uttar Gujarat »Latest News »Mehsana» Boy Blade On His Hand In Civil Troma Center

સિવિલના ટ્રોમા સેન્ટરમાં એક યુવકે પોતાના જ હાથ પર બ્લેડના ઘા માર્યા

Bhaskar News, Mehsana | Apr 12, 2017, 02:16 AM IST

  • સિવિલના ટ્રોમા સેન્ટરમાં એક યુવકે પોતાના જ હાથ પર બ્લેડના ઘા માર્યા,  mehsana news in gujarati
મહેસાણા: મહેસાણા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં મંગળવારે બપોરે કેસબારી પર ઉભેલા યુવકે અચાનક પોતાના હાથ પર બ્લેડ વડે અસંખ્ય ઘા મારી તબીબ અને સ્ટાફને અપશબ્દો બોલવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી. 30 મિનિટ સુધી ચાલેલા ડ્રામાને અંતે યુવાને પોતે બીમાર નથી, પરંતુ શરીરમાં જીન હોઇ તોફાન કરતો હોવાનું રટન કરતો જોઇ હાજર અન્ય એક યુવાન તેને બહાર લઇ જઇ પરિવારને જાણ કરી હતી.

ટ્રોમા સેન્ટરમાં બપોરે 3 વાગ્યે કેસબારી પર હાજર કર્મચારી અહી પહોચેલ યુવાનને કેસ કાઢવા માટે નામ-સરનામુ પૂછે તે પહેલા જ તેને પોતાના હાથ પર બ્લેડ વડે કાપા મારવાનુ શરૂ કરતા હાજર સ્ટાફ દોડી ગયો હતો. હું બિમાર નથી. મારી અંદર જીન છે માટે હોસ્પિટલમા દાખલ થવુ નથી તેમ કહી તોફાન મચાવ્યું હતું. હાથમા લોહી નીતરતી હાલતમા તોફાને ચઢેલા યુવાને નર્સ અને સ્ટાફને અપશબ્દો બોલી સારવાર લેવાનો ઇન્કાર કરવા છતા તેને બળજબરી પૂર્વક પાટા-પીંડી કરાઇ હતી. 

લગભગ 30 મીનીટ સુધી તોફાન મચાવનાર યુવાન  મહેસાણાની તુલસીપાર્ક સોસાયટીમાં રહેતો હાર્દિક બળદેવભાઇ શ્રીમાળી હોવાનુ અને તે માનસિક બીમાર હોવાનું ખુલ્યું હતું. જેથી સીવીલના તબીબે તેની વિરૂધ્ધ કાર્યવાહી કરવાનુ ટાળ્યુ હતું. જોકે, સીવીલના સિક્યુરિટી સ્ટાફના કહેવા મુજબ, હંગામો કરનાર હાર્દિક આ અગાઉ બે થી વધુ વખત ટ્રોમા સેન્ટરમા આવીને તોફાન મચાવી  ચૂક્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: boy blade on his hand in Civil Troma center
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended