Home »Uttar Gujarat »Latest News »Mehsana» Bhil Society Rally In Vijapur

વિજાપુર ભીલવાસમાં ઝુપડા દૂર કરવાના વિરોધમાં રેલી, રજૂઆત

Bhaskar News, Vijapur | Mar 17, 2017, 04:56 AM IST

મહેસાણા:  વિજાપુરમાં લાલદરવાજા બહાર ભીલવાસમાં વર્ષોથી વસવાટ કરતા ગરીબોનો આશીયાનો પાલીકા તંત્ર દ્વારા દબાણ કાર્યવાહીમાં દૂર કરવામાં આવતા ભીલ સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને ગુરુવારે મહેસાણા અને પાટણ જિલ્લામાંથી 300થી વધુ આદવિાસી ભીલ સમાજના લોકોએ મહેસાણા સોમનાથ રોડથી રેલી યોજી જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યા હતા. 

જ્યાં સંકુલનો ગેટ બંધ કરી દેવાતા રકઝકના અંતે પ્રવેશ મળ્યો હતો. બાદમાં સમાજના આગેવાનોએ ગરીબોના પાણી અને વજિ જોડાણ પખવાડીયાથી કાપી લેવાયા છે. આ સેવા ત્વરીત ચાલુ કરાવો નહિ તો સંકુલમાં ઉપવાસ પર બેસવાનો સૂર ઉચ્ચાર્યો હતો.જેમાં પરામર્શના અંતે જિલ્લા કલેકટર દ્વારા ત્વરીત વિજાપુર ભીલવાસમાં પાણીની વ્યવસ્થા તેમજ સત્વરે વીજપુરવઠો ચાલુ કરાવવા સંબધિત અધિકારીને સુચના આપતા રેલી કર્તાઓ વિખરાયા હતા.

અધિક નવિાસી કલેક્ટર રમેશ મેરજાએ જણાવ્યુ હતું કે, પાણી માટે સંવેદના રાખી વ્યવસ્થા કરાઇ છે. વજિળી માટે જરૂરી કાર્યવાહી કરીશું. ગેરકાયદેસર રહેતા હતા ત્યાં તંત્ર તરફથી કાર્યવાહી કરાઇ હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhil society rally in Vijapur
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended