Home »Uttar Gujarat »Latest News »Mehsana» Before Accident Jaydeep Last Massage: If I Put My Life Left, I Am The Son Of Sisodia

અકસ્માત પહેલા અંતિમ મેસેજ:'મૂકું તો જીંદગી મૂકું બાકી સીસોદીયાનો દીકરો છું'

Bhaskar News, Mehsana, Porbandar | May 19, 2017, 11:52 AM IST

મહેસાણા/ પોરબંદર :મહેસાણાના એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે રહી ચૂકેલા એ.બી.સિસોદીયા છેલ્લા દોઢેક માસથી સાંથલ સીપીઆઇમાં મુકાયા હતા, જ્યાંથી તેઓ ભત્રીજાનું મૃત્યુ થતાં 30 એપ્રિલથી 28 દિવસની રજા પર ઉતર્યાં હતા. 

પોરબંદર પાસે ગુરુવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ પુત્ર અને ત્રણ માતાનાં મૃત્યુ થયા. તેમાં પીઆઇ સિસોદીયાના પત્ની અને પુત્ર પણ હોવાથી મહેસાણા પોલીસ બેડામાં આઘાતની લાગણી છવાઇ છે. પીઆઇ એ.બી.સિસોદીયાના પુત્ર જયદિપે અકસ્માત પહેલા તેનાં મિત્રને છેલ્લો મેસેજ કરેલો "મૂકું તો જીંદગી મૂકું બાકી સીસોદીયાનો દીકરો છું વટ તો નહીં જ મૂકું'. 
 
 
પોરબંદર અને રાણાકંડોરણા ખાતે રહેતો આહિર સીસોદીયા પરિવાર કારમાં કિલ્લોલ કરતો જઈ રહ્યો હતો એ જ દરમિયાન હનુમાનગઢ નજીક સાજણાવાડા નેશ નજીક ખાનગી બસ જાણે કાળ બનીને આવી હોય તેમ આ પરિવારને મોતની ચિરનિંદ્રામાં પોઢાડી દીધો હતો. ખાનગી બસનો ડ્રાઈવર ગોળાઈ નહીં લઈ શકતા તેમણે કારને કચડી નાખી હતી અને આ અકસ્માત એટલી હદે ભયંકર હતો કે બસની નીચે કાર ફસાઈ ગઈ હતી.  બે ટ્રકની મદદથી અંદર રહેલા મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા અને રસ્તા ઉપર જ્યારે આ મૃતદેહો રસ્તા ઉપર મૂકાયા ત્યારે ભલભલાના કાળજા કંપી ઉઠ્યા હતા.
 
આગળ વાંચો:  પત્નીનું સીમંતપ્રસંગ પૂર્ણ કરીને નીકળેલો યુવાન મોતને ભેટ્યો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Before accident jaydeep last massage: If I put my life left, I am the son of Sisodia
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended