Home »Uttar Gujarat »Latest News »Mehsana» Arbuda Society 4 Crore Fraud, 40 Statement, 5 Pocket Document Collect

અર્બુદા સોસાયટીનું 4 કરોડનુ ફૂલેકું, 40 નિવેદન, 5 થેલા દસ્તાવેજો કબજે કર્યા

Bhaskar News, Mehsana | Mar 07, 2017, 00:19 AM IST

  • અંદાજીત 4 કરોડનું ફુલેકુ ફેળવનાર રાકેશ અગ્રવાલ
મહેસાણા: મહેસાણા જિલ્લામાં અર્બુદા ક્રેડીટ સોસાયટીના નામે અંદાજીત 4 કરોડનું ફુલેકુ ફેળવનાર રાકેશ અગ્રવાલ અને તેની બે પત્નીઓને ઝડપી લેવા મહેસાણા એલસીબીએ આબુરોડ ધામા નાખ્યા હતા.અત્યાર સુધીમા પોલીસે આ ફુલેકા સાથે જોડાયેલા 40 વ્યક્તિઓના નિવેદન લઇ કપડાના 5 થેલા ભરીને દસ્તાવેજો કબ્જે કર્યા હતા. રાજસ્થાનના માઉન્ટ આબુમા રહેતા રાકેશ દેવેન્દ્ર અગ્રવાલ અને તેની બે પત્નીઓ આશા અને નિશા અગ્રવાલે માઉન્ટ આબુથી અર્બુદા કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લીમીટેડ નામે ઉત્તરગુજરાત અને તેમા પણ મહેસાણા જિલ્લામાં કુલ 7 બ્રાન્ચો ઉભી કરી હતી.

લોભામણી જાહેરાતો ઉભી કરી રોકાણકારોના અંદાજીત રૂ 4 કરોડ જેટલી માતબર રકમ લઇ શાખાને તાળા મારી ગયેલા સંચાલકો વિરૂધ્ધ વિવિધ 7 પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.જેની તપાસ મહેસાણા એલસીબીને સોંપાઇ હતી.જેમા એલસીબી પીઆઇ આર.એસ.પટેલ, એએસઆઇ કરમણભાઇ, ચતુરભાઇ, યશંવતભાઇ  સહિતની પોલીસ આબુરોડ પહોચી  ગોરા છાપરા ખાતે આવેલી અર્બુદા સોસાયટીની મુખ્ય ઓફિસે કે જ્યા રાજસ્થાન પોલીસે શીલ માર્યુ છે ત્યા તેમની મિલ્કતો સંબધે તપાસ કરી મુખ્ય ભેજાબાજ રાકેશ અગ્રવાલ અને તેની બન્ને પત્નીઓ આશા અને નિશાની શોધખોરની સાથે ત્યાર રહેતા રાકેશ અગ્રવાલના બે ભાઇઓની પણ પુછપરછ કરી હતી.

પોલીસે રોકાણરારોને કરોડોનો ચુંનો લગાવવાના કેસમાં અત્યાર સુધીમા તમામ બ્રાન્ચ મેનેજરોની સાથે વિસનગર શાખાના એજન્ટો મળી 40થી વધુના નિવેદનો મેળવી વિવાદાસ્પદ સોસાયટીનો રોજમેળ, કેશબુક, ડિપોઝીટ, ચલણો સહિતનો 5 થેલા ભરીને દસ્તાવેજો કબ્જે કર્યા હતા.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Arbuda Society 4 crore fraud, 40 statement, 5 pocket document collect
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended