Home »Uttar Gujarat »Latest News »Mehsana» સાપે કિશોરના હાથમાં 6 બચકાં ભર્યા, બે દાંત તૂટીને ફસાઇ ગયા

સાપે કિશોરના હાથમાં 6 બચકાં ભર્યા, બે દાંત તૂટીને ફસાઇ ગયા

DivyaBhaskar News Network | Apr 21, 2017, 04:25 AM IST

  • સાપે કિશોરના હાથમાં 6 બચકાં ભર્યા, બે દાંત તૂટીને ફસાઇ ગયા,  mehsana news in gujarati
મોટીદાઉ ગામે વડલા નીચે બેઠેલા કિશોરને સાપે 6 બચકાં ભર્યા હતા જેમા સાપના બે દાંત તુંટીને અંદર ફસાઇ જવાથી મહેસાણા સીવીલના તબીબે ઓપરેશન કરીને હાથમાં દોઢ ઇંચ નીચે ફસાયેલા સાંપના બે દાંત બહાર કાઢ્યા હતા.

ઇન્દીરાનગરમા રહેતા 16 વર્ષના પિયુશ ગોવિંદભાઇ પરમાર બુધવારે સાંજે મિત્રો સાથે ગામમાં વડલા નીચે બેઠો હતો તે સમયે ઝાડની બખોલમાંથી નીકળેલા સાપે તેના જમણા હાથમાં ઉપરા ઉપરી 6 જેટલા બચકાં ભરતા તે ચક્કર ખાઇને જમીન પર ફંસડાઇ ગયો હતો. સાથી મિત્રોએ પરિવારને જાણ કરતા કિશોરને મહેસાણા સીવીલમા લઇ જવાયો હતો. અહી હાજર તબીબે તાત્કાલિક સારવાર કરી હાથમા દોઢ ઇંચ નીચે ફસાયેલા સાંપ બે દાંત ઓપરેશન કરીને બહાર કાઢતા હાજર તમામે રાહતનો શ્વાસ લીધો હતો.હાલમાં મહેસાણા સીવીલના ત્રીજા માળે પુરૂષવોર્ડમા રખાયેલા કિશોરની તબિયત સુધારા પર છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સાપે કિશોરના હાથમાં 6 બચકાં ભર્યા, બે દાંત તૂટીને ફસાઇ ગયા
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended