Home »Uttar Gujarat »Latest News »Mehsana» 8 Thousand People With Fraud By Jai Khadiyar Mitra Mandal In Mehsana

મહેસાણા: જય ખોડિયાર મિત્ર મંડળ સ્કીમમાં 8 હજાર લોકોના 2 કરોડથી વધુ ડૂબ્યા

Bhaskar News, Mehsana | May 14, 2017, 04:50 AM IST

  • જય ખોડિયાર મિત્ર મંડળની ઓફિસ બંધ
મહેસાણા:જય ખોડિયાર મિત્ર મંડળના નામે માત્ર મહેસાણા શહેરમાં જ 8 હજાર ગ્રાહકોને લોભામણી સ્કીમો આપી રૂ.2 કરોડથી વધુનો ચૂનો લગાવનારા 6 સંચાલકો વિરુદ્ધ બી ડિવિજન પોલીસ મથકમાં મામલો પહોંચતાં ગુનો નોંધાયો છે. ગુજરાતમાં 170 બ્રાન્ચો ખોલી ગ્રાહકોની પાકતી મુદતે શટર પાડી ભૂગર્ભમાં ચાલ્યા ગયેલા સંચાલકોએ કરોડોની છેતરપિંડી આચરી છે.

વિવિધ સ્કીમોના નામે ચૂનો લગાવનારા રાજુ મેવાડા સહિત 6 સામે ફરિયાદ

અમદાવાદના રાજુ મેવાડાએ સ્થાનિકો સાથે ભાગીદારીમાં મહેસાણાના મોઢેરા રોડ પર વેલકમ પાર્ટી પ્લોટની સામે નારાયણ સોસાયટી પાસે જય ખોડિયાર મિત્ર મંડળના નામે મૂડી સામે વધુ વ્યાજ આપનારી લલચામણી સ્કીમો શરૂ કરી હતી. મહેસાણામાં 35 જેટલા એજન્ટોએ 8 હજાર ગ્રાહકો બનાવી 2 કરોડથી વધુનું મૂડીરોકાણ કરાવ્યું  હતું. સાથે નાણાં મળ્યાની પાવતીઓ પણ આપતા હતા. જોકે, તાજેતરમાં આ વિવાદાસ્પદ ફર્મના પાટિયા પડી જતાં ગ્રાહકો જ નહીં વિફરેલા એજન્ટો મહેસાણા બી ડિવિજન પોલીસ મથક પહોંચ્યા હતા. જેમાં એજન્ટ રહી ચૂકેલા રમણભાઇ મગનભાઇ પ્રજાપતિએ જય ખોડીયાર મિત્ર મંડળના  6 સંચાલકો વિરુદ્ધ ઠગાઇનો ગુનો નોંધાવ્યો હતો.

પરસેવાની કમાણી લૂંટી ગયા

મૂળ ઊંઝાનો અને અંબાસણ ગામે રહેતો અલ્પેશ પટેલ પણ વધુ નાણાં આપતી સ્કીમમાં છેતરાયો છે. તેણે રૂ.50 હજાર ભર્યા અને પાકતી મુદતે નાણાં લેવા ગયો ત્યારે માત્ર ધક્કા મળ્યા. જ્યારે આ કંપનીના એજન્ટ રમણભાઇ પ્રજાપતિએ કુલ રૂ.26.15 લાખ ગુમાવ્યાનું ખુલ્યું છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, કરોડોનો ચૂનો લગાવનારા ઠગો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 8 Thousand People With Fraud by Jai Khadiyar Mitra Mandal in Mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended