Home »Uttar Gujarat »Latest News »Mehsana» 7 Year Jail In Dhanpura Couple Robbery-Attack Case

ધનપુરામાં દંપત પર હુમલો-લૂંટના કેસમાં અારોપીને સાત વર્ષની કેદ

Bhaskar News, Mehsana | Mar 21, 2017, 04:06 AM IST

  • ધનપુરામાં દંપત પર હુમલો-લૂંટના કેસમાં અારોપીને સાત વર્ષની કેદ,  mehsana news in gujarati
મહેસાણા:  બહુચરાજી તાલુકાના ધનપુરા ગામે એક વર્ષ પૂર્વે મકાનના આંગણામાં સૂઇ રહેલા દંપતી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપી જયરામ પ્રભાતભાઇ દેસાઇને મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે કસુરવાર ઠરાવી 7 વર્ષની કેદ અને રૂ.5 હજાર દંડ ફટકાર્યો હતો.
 
ધનપુરા ગામના ગણેશભાઇ બબાભાઇ રબારી ગત 29 મે, 2016ના રોજ રાત્રે 11-30 વાગ્યે પત્ની જશીબેન સાથે ઘરના આંગણામાં ડેલામાં સૂઇ રહ્યા હતાં. તે વખતે અગાઉના ઝઘડાની અદાવત રાખી તેમના મહોલ્લાના જયરામભાઇ પ્રભાતભાઇ દેસાઇ સહિત ધારિયુ, લાકડી સહિતના જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઇજા થયેલી હાલતમાં ગણેશભાઇ લોહી નીતરતી હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યા હતા.
 
જેમાં હુમલાખોરો તેમના ગળામાંથી સોનાનો રૂ.30 હજારનો દોરો લૂંટી નાસી ગયા હતા. ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલા ગણેશભાઇ રબારીએ બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
 
આ મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.એ. જોષી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ ભરત જી.પટેલની દલીલો અને ફરિયાદીની જુબાનીને ધ્યાને લઇ કોર્ટે સોમવારે જયરામ ઉર્ફે જેકી પ્રભાતભાઇ દેસાઇને કલમ 397 અંતર્ગત 7 વર્ષની કેદ અને રૂ.5 હજાર દંડ ફટકાર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 7 year jail in Dhanpura couple Robbery-Attack case
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended