Home »Uttar Gujarat »Latest News »Mehsana» 65 Year Old Man Rape On 22 Year Old Girl In Rape

મહેસાણામાં વૃદ્ધે બે વાર આચર્યું દુષ્કર્મ: ફૂઆ Blue Flim જોઇ ‘નીચ કૃત્ય’ કરતા યુવતીએ છોડ્યું’તું ઘર

Kamini Acharya, Mehsana | Mar 19, 2017, 01:31 AM IST

  • દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતા ઇન્સર્ટ તસવીરમાં આરોપી
મહેસાણા:મહેસાણા રેલવે સ્ટેશનેથી 22 વર્ષની યુવતીને જમવા આપવાનું કહીને નાગલપુર પોતાના ઘરે લઇ જઇ બે વખત દુષ્કર્મ આચરનાર 65 વર્ષના વૃદ્ધની રેલવે પોલીસે ધરપકડ કરતા ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી લઘુશંકાનુ બહાનું કાઢી મકાનનો દરવાજો બહારથી બંધ કરી ભાગીને રેલવે સ્ટેશન પહોંચી હતી અને કેટલાક સમય બાદ તેનો પીછો કરતો રેલવે સ્ટેશન પહોંચેલો વૃદ્ધ પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. રેલવે પોલીસે યુવતીનું મેડિકલ કરી વૃદ્ધ વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોધી તપાસ હાથધરી છે. જ્યારે પીડિત યુવતીએ રેલવે પોલીસ સમક્ષ ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. છેલ્લા 3 મહિનાથી બ્લ્યું ફિલ્મો બતાવી મુખમૈથુન કરવા મજબુર કરનાર ફુઆથી કંટાળેલી યુવતીએ ફોઇને આ બાબતે ફરિયાદ કરતા તેમના વચ્ચે ઝઘડો થયો હતો.

65 વર્ષના વૃદ્ધ યુવતીને પોતાના ઘરે લઈ ગયા હતા
  માતા-પિતાના મૃત્યુ બાદ વલસાડ ફોઇના ઘરે રહેલી 22 વર્ષની યુવતી 4 દિવસ પૂર્વે ભાગીને અમદાવાદ પહોંચી હતી. અહીં દિવસે ભીખ માંગી રાત્રે પ્લેટફોર્મ પર સુઇ જતી હતી. ગુરૂવારે તે ટ્રેનમાં બેસીને મહેસાણા આવી હતી અને પ્લેટફોર્મ પર બાંકડા પર સવારે બેઠી હતી ત્યારે તેની નજીક પહોંચેલા 65 વર્ષના નાગલપુરના જ્યંતિ મોહનભાઇ પટેલે તેની સાથે વાત કરવાનો પ્રયાશ કર્યો હતો. જેમા યુવતીએ જમવા માટે પૈસા માંગતા વૃદ્ધે તને દિકરીની જેમ રાખીશ અને જમાડીશ ચાલ મારી સાથે તેમ કહીને પોતાના નાગલપુરમાં પાણીની  ટાંકી પાસે આવેલા પોતાના મકાનમાં લઇ ગયા હતા.
 
જમીને યુવતી બેઠી જ હતી ત્યાં વૃદ્ધે તેના પર બે વખત દુષ્કર્મ આચર્યુ

અહીં સ્નાન કરી જમીને યુવતી બેઠી જ હતી ત્યાં વૃદ્ધે તેના પર એક નહીં પરંતુ બે વખત દુષ્કર્મ આચર્યુ હતું. વૃદ્ધની હવસનો શિકાર બનેલી યુવતી લઘુશંકાના બહાને ઘરની બહાર દોડી મકાનનો દરવાજો બંધ કરીને ભાગી સીધી રેલવે સ્ટેશન પહોંચી હતી. યુવતીને શોધતો વૃદ્ધ અહીં મુસાફરખાનામાં પહોંચી ગયો હતો અને તેની સાથે વાતચીત કરી પાણી લેવા જતાં જ યુવતીએ સાથી મુસાફરોને ફરિયાદ કરતા મામલો રેલવે પોલીસમાં પહોંચ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસે વૃદ્ધ જ્યંતિભાઇ પટેલની ધરપકડ કરી યુવતીના નિવેદનના આધારે દુષ્કર્મનો ગુનો નોંધી મેડિકલ સહિતની કાર્યવાહી હાથધરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ફુઆ 3 મહિનાથી મુખમૈથુન કરાવતા યુવતીએ ઘર છોડ્યું  
 
 


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 65 year old man rape on 22 year old girl in Rape
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended