Home »Uttar Gujarat »Latest News »Mehsana» 5 Inured, Rioting Case Against 25 At Kadi

કડી: 2 હિંસક હુમલામાં 5ને ઇજા, 6 સહિત 25ના ટોળા સામે ગુનો

Bhaskar News, Kadi | Apr 19, 2017, 00:34 AM IST

  • કડી: 2 હિંસક હુમલામાં 5ને ઇજા, 6 સહિત 25ના ટોળા સામે ગુનો,  mehsana news in gujarati
કડી:કડીના કસ્બામાં સોમવારે બપોરે અસામાજિક તત્વોએ આતંક મચાવી સિંધીવાડામાં એક મકાનમાં તોડફોડ અને બાઇક સળગાવ્યું હતું. તેમજ રાત્રે અલદેસણ રોડ પર કારમાં આવેાલ શખસોએ હુમલો કરી 4 જણાને ઇજા પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે હનીફ જાડી સહિત 6 શખસો અને ટોળા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કડીના કસ્બામાં 20 થી 25 શખસો હાથમા તલવારો, છરીઓ અને લાકડીઓ લઈ સોમવારે બપોરે મારો કાપોની  બૂમો કરતુ સિંધીવાડામાં રાઠોડ રહીમમીયાના ઘર પર હુમલો કર્યો હતો અને રહીમમીયાના જમાઈ આબીદખાનને છરીના ઘા મારી ગંભીર ઈજા કરી હતી.પોલીસે હનીફ જાડી અને ઈદ્વિશ મહેબૂબ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
 
રાયોટીગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
 
દરમિયાન, રાત્રીના સાતેક વાગ્યાના સુમારે કડી કસ્બામા રહેતો દોલાણી ઈમરાનખાન સરવરખાન સહિત ચાર ઈસમો અલદેસણ તરફથી ગાડી લઈને કડી પરત આવી રહ્યા હતા. તે દરમિયાન અલદેસણના વળાંકમા સામેથી ચાર ગાડીઓ ફિલ્મી ઢબે આવી અચાનક ઈમરાનખાનની ગાડીને ઘેરી વળી આશરે 15 ઈસમોનુ ટોળુ હાથમા પાઈપો, ધોકા, ગુપ્તિ સહિતના હથિયારો લઈને શરીફખાન નાસીરખાન ગોરી, ગીરીશ પરમાર, ઈદ્વિશનો ભાઈ સહિતના ઈસમોએ અગાઉ હનીફ જાડી પર કેમ ફરિયાદ કરી છે તેમ કહી ઈમરાનખાન સહિત ચાર ઈસમો પર હિંસક હુમલો કર્યો હતો. ત્યારબાદ 108મા ઈજાગ્રસ્ત ઈમરાનખાન, મોહસીન ખાન, અરબાજખાન તેમજ આશીફ શેખને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ સંદર્ભે કડી પોલીસે ઘાચી શરીફખાન નાસીરખાન સહિત ચાર ઈસમો અને ટોળા સામે રાયોટીગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5 inured, Rioting case against 25 at kadi
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended