Home »Uttar Gujarat »Latest News »Mehsana» 20 Lakhs Fraud With NRI, 4 Builder Against Complain In Mehsana

NRI પાસેથી 20 લાખ લઈ મકાન ન આપતાં 4 બિલ્ડર સામે ફરિયાદ

Bhaskar News, Mehsana | Mar 17, 2017, 04:27 AM IST

  • NRI પાસેથી 20 લાખ લઈ મકાન ન આપતાં 4 બિલ્ડર સામે ફરિયાદ,  mehsana news in gujarati
મહેસાણા:રાધનપુર રોડ પર આવેલ આસ્થા ઓજસ સ્કીમમાં રૂ 29.40 લાખના બુક કરાવેલા મકાન પેટે રૂ 20 લાખ ચૂકવવા છતા નિયત સમય મર્યાદામા મકાન કે નાણા પરત કરવાના બદલે માત્ર વાયદા કરનાર મહેસાણાના બિલ્ડર અરવિંદ નારણદાસ પટેલ, પંકજ અંબાલાલ પટેલ સહિત ચાર બિલ્ડરો વિરૂધ્ધ મેરવાડાના એનઆરઆઇ સિનિયર સિટીઝને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

એએસઆઇ ગમાનભાઇએ આપેલી વિગતો મુજબ ચાણસ્મા તાલુકાના મેરવાડા ગામના એનઆરઆઇ સિનિયર સિટીઝન બાબુભાઇ તળજીરામ પટેલે મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ આસ્થા ઓજસ નામની નવનિ ઉભી થયેલી સ્કીમમાંરૂ 29.40 લાખની કિંમતનું 86 નંબરનું મકાન વેચાણ રાખ્યુ હતું.તે સમયે સ્કીમ મુકનાર બિલ્ડર અરવિંદ નારણદાસ પટેલ, પંકજ અંબાલાલ પટેલ સહિતના ભાગીદારોએ 6 મહનિામા મકાન તૈયાર કરીને સોંપવાનો વાયદો કરતા સિનિયર સિટીઝને એડવાન્સ પેટે રૂ 20 લાખ જેટલી રકમ ચૂકવી હતી.

જોકે, છ મહિનાનો સમય વિતી ગયા બાદ બાબુભાઇએ મકાનની ઉઘરાણી શરૂ કરતા બિલ્ડરોએ તેમને ઉઘરાણી કરશો નહી કેટલોક સમય રોકાઇ જાઓ તેમ કહેલ.નિયત સમયમા મકાન ન મળતા બાબુભાઇએ  ચુકવેલ રૂ 20 લાખ  અનેક ઉઘરાણી છતા પરત ન મળતા આખરે અરવિંદ નારણદાસ પટેલ,પંકજ અંબાલાલ પટેલ અને અન્ય બે ભાગીદારો વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો નોંધાવતા પીએસઆઇ સી.બી.ચૌહાણે તપાસ હાથ ધરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 20 lakhs fraud with NRI, 4 builder against complain in Mehsana
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended