Home »Uttar Gujarat »Latest News »Banaskantha» One Death In Two Truck Accident On Deesa High Way

ડીસા હાઇ-વે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત : એકનું કમકમાટી ભર્યું મોત

Bhaskar News, Deesa | Mar 30, 2014, 00:09 AM IST

- પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે આગળ જતી ટ્રકને ટક્કર મારતાં ટ્રક પલ્ટી ખાઇ ગઇ
 
ડીસા નેશનલ હાઇ-વે પર એરપોર્ટ ચાર રસ્તા પર શનિવારે વહેલી પરોઢે પાલનપુર તરફથી પૂરઝડપે આવતી ભરેલી ટ્રક આગળ જતી ખાલી ટ્રકને ટક્કર મારતાં ખાલી ટ્રક પલ્ટી ખાઇ જવા પામી હતી. જ્યારે પાછળથી ટ્રકના ક્લીનરનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ અંગેની વિગત એવી છે કે, ડીસા હાઇ-વે પર એરપોર્ટ ચાર રસ્તાથી દીપક હોટલ આગળ પાલનપુર તરફથી આવી રહેલી ટ્રક નં.- જીજે-૯વાય-૮૨પ૪ પસાર થઇ રહી હતી. 
 
ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી આરજે-૧૯-જીસી-૦૦૧૪ના ચાલકે આગળ જતી ટ્રકને ધડાકાભેર ટક્કર મારતાં ટ્રક ખાલી હોવાથી પલ્ટી ખાઇ જવા પામી હતી. જ્યારે પાછળની ટ્રકનો એક ભાગનો ખુડદો બોલી જતાં અંદર બેઠેલા ટ્રકના ક્લીનર ગનીખાન કમરૂદ્દીન મેર (રહે, જોડ, તા. ફ્લોદી, જિ. જોધપુર)નું મોત નિપજ્યું હતું. જ્યારે ચાલક અકબરભાઇ સિપાહી (રહે, સમશેરપુરા, તા. વડગામ)ને ગંભીર ઇજા થતાં ૧૦૮ વાનના પાઇલોટ રફીકભાઇ ઘોરી અને ઇ.એમ.ટી. જયદત્તભાઇ ત્રિવેદી દ્વારા સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યારે મૃત ક્લીનરની લાશને ડીસાના સેવાભાવી મનુભાઇ આસ્નાની દ્વારા બહાર કાઢી પી.એમ. અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યારે ડીસા શહેર દક્ષીણ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
વધુ તસવીર માટે ફોટો સ્લાઈડ કરો..
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: one death in two truck accident on deesa high way
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended