Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Inquiry Of Barcode Coupon

પાલનપુરમાં બારકોડેડ કુપનના મુદ્દે પુરવઠાની ટીમ દ્વારા ઓચિંતી તપાસ

Bhaskar News, Palanpur | Jun 18, 2013, 00:05 AM IST

- સસ્તા અનાજની ૩૮ દુકાનોમાં ગ્રાહકો-સંચાલકોની પૃચ્છા કરાઇ

પાલનપુરમાં કાર્યરત પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારમાં બારકોડેડ રેશનકાર્ડ અમલી બનાવાયા છે. જ્યાં સોમવારે પુરવઠાની દસ ટીમો દ્વારા કુપનના મુદ્દે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. અને પુરવઠો મળે છે કે કેમ ? તે અંગે ગ્રાહકોની પૃચ્છા કરવામાં આવી હતી. બનાસકાંઠામાં કાર્યરત સસ્તા અનાજની દુકાનો પૈકી કેટલાક સંચાલકો દ્વારા રેશનીંગનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવતો હોવા અંગેની ફરિયાદો ઉઠવા પામી હતી. જેમાં કેટલાક સંચાલકો વિરૂદ્ધ પોલીસ મથકે ગુના પણ નોંધાયા છે. દરમિયાન ગેરરિતીઓ અટકાવવા માટે બારકોડેડ રેશનકાર્ડ અમલી બનાવાયા છે.

કુપનના આધારે ગ્રાહકોને રેશનીંગનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જ્યાં બે દિવસ અગાઉ પાલનપુરના નાની બજાર સહિ‌ત વિસ્તારોમાં બારકોડેડ રેશનીંગની કુપનના મુદ્દે ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. દરમિયાન સોમવારે પુરવઠાની દસ ટીમો દ્વારા શહેરની ૩૮ સસ્તા અનાજની દુકાનોમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે સંચાલકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો. આ અંગે પુરવઠા અધિકારી બી.એસ.પટેલે જણાવ્યું હતું કે શહેરીજનોને બારકોડેડ રેશનીંગ કુપન મુજબ પુરવઠો મળે છે કે કેમ ? તે અંગેની ચકાસણી કરવા માટે તપાસ આરંભવામાં આવી છે. જેમાં દુકાનના સંચાલકો કસુરવાર જણાશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.’

- જિલ્લામાં ૭પ૦ સસ્તા અનાજની દુકાનોમાં બારકોડેડ રેશનકાર્ડ અમલી બન્યાં

બનાસકાંઠા જિલ્લામાં પંડિત દીન દયાળ ગ્રાહક ભંડારની કુલ સંખ્યા ૧૦૧૧ છે. જે પૈકી વર્તમાન સમયે ૭પ૦ ગ્રાહક ભંડારોમાં બારકોડેડ રેશનકાર્ડ અમલ બનાવાયા છે. બાકીના ગ્રાહક ભંડારોમાં પણ ટુંક સમયમાં અમલ થશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું.

Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: inquiry of barcode coupon
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext