Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Yogi Tap For World Peace At Dhaniyavada

કુંડીઓના તાપ અને 45 ડીગ્રી તાપમાન વચ્ચે વિશ્વ શાંતિ અર્થે યોગીનુ 84 તુલાનુ તપ

Pravin Solanki, Pathawada | Apr 21, 2017, 00:04 AM IST

પાંથાવાડા:  દાંતીવાડા તાલુકાના ધનિયાવાડા ગામે આવેલ ન્યુ ગંગેશ્વર મહાદેવ મંદિરના પરમ પુજ્ય અને પ્રાત:સ્મરણીય મહંતશ્રી ૧૦૦૮ શ્રી થાનાપતિ ગણેશગીરીજી મહારાજ ગુરુ હેમગીરીજી મહારાજ વિશ્વ શાંતિ અર્થે ૮૪ તુલના તપનો પ્રારંભ કર્યો હતો. ધોમ ધખતા તાપમાં સવારે આઠથી સાંજના પાંચ વાગ્યા સુધી સતત કુડીઓના તાપ અને ૪૫ ડીગ્રી તાપમાન વચ્ચે સતત માળાના જાપ કરી રહ્યાછે. આ અંગે એમના શિષ્ય મહેન્દ્રગીરી મહારાજે જણાવ્યું હતું કે ગત ૬ એપ્રિલ આરંભાયેલા તપ ૨૬ એપ્રિલ એમ ૨૧ દિવસ ચાલશે. તથા કુંડીમાં ફક્ત છાણાનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અન્ન વગર ખાલી પાણી પરજ તપ કરી રહ્યા છે તથા પાંથાવાડા આજુબાજુના ચૌદ ગામના આંજણા ચૌધરી પરિવારના ગુરુ હોઈ મોટી સંખ્યામાં લોકો દર્શનનો લાભ લઇ મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.
 
તમામ તસવીરો: પ્રવીણ સોલંકી,પાંથાવાડા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yogi Tap for world peace at Dhaniyavada
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended