Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Women Death In Accident Near Tharad Mitha Highway

થરાદ મીઠા હાઇવે પર જીપ અને ટ્રેક્ટર વચ્ચે અક્સ્માતમાં મહિલાનું મોતઃપાંચને ઇજા

Bhaskar News, Tharad | Mar 17, 2017, 04:53 AM IST

  • થરાદ મીઠા હાઇવે પર જીપ અને ટ્રેક્ટર વચ્ચે અક્સ્માતમાં મહિલાનું મોતઃપાંચને ઇજા,  banaskantha news in gujarati
થરાદ:  ગુરૂવારની સવારના સુમારે થરાદ મીઠા હાઇવે પર એક જીપ અને ટ્રેક્ટર વચ્ચે અક્સ્માત થતાં ટ્રેકટર પર બેઠેલા એક આધેડ મહિલાનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું.જ્યારે પાંચને ગંભીર ઇજાઓ થવા પામી હતી.બનાવની મોડી સાંજે પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
 
થરાદ મીઠા હાઇવે ગુરૂવારની બપોરના સુમારે તાલુકાના સણધર ગામના એક પરવિારના સ્રી પુરૂષો જીજે-9-ઇ-4076 નંબરના ટ્રેકટર પર એક મરણ પ્રસંગમાં હાજરી આપવા જઇ રહ્યા હતા. દરમિયાન ગામના પાટીયા પાસે જીજે-9-એજી-0682 નંબરની જીપ સાથે ધડકાભેર અકસ્માત બાદ ટ્રેકટર પલ્ટી ખાઇ ગયું હતું અને જીપ રોડની સાઇડમાં ઉતરી જવા પામી હતી. જ્યારે ટ્રેક્ટર પર બેઠેલા સમદાબેન કલાજી પટેલ (ઉં.વ.40) નામની મહિલાનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. 

તેમજ સમદાબેન પુરાજી પટેલ (ઉં.વ.38), મીરાંબેન ભલાજી પટેલ (ઉં.વ.45), વર્ધાજી વિરાજી પટેલ (ઉં.વ.૬૨), જીવાજી સવાજી પટેલ (ઉં.વ.50) તથા જીવાજીનાં પત્નીને ગંભીર ઇજાઓ થવા પામી હતી. જેમને સારવાર માટે શહેરની જે.જે. પટેલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવથી પંથકમાં અરેરાટી મચવા પામી હતી. થરાદ પોલીસે બનાવની ફરીયાદ નોંધી વધુ તજવીવ હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: women death in accident near tharad mitha highway
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended