Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Unique Faith Of Saathiya Impression Drawn On The Walls In Palanpur

પાલનપુરમાં આનંદ ગરબા મંડળની બહેનો દ્વારા માના પ્રતિક રૂપે સાથીયો અંકિત કરાયો

Jitu Padhiyar, Palanpur | Mar 13, 2017, 20:30 PM IST

  • આનંદ ગરબો સમયે માતાજીની આરતી કરાઇ હતી
પાલનપુર:પાલનપુર ખાતે છેલ્લા બાર વર્ષથી બહેનો દ્વારા આનંદ ગરબો ચલાવાય છે. આ આનંદ ગરબામાં બહેનો દ્વારા માના ગુણલા ગાયા બાદ છેલ્લે એક સ્ટીલની ડીસમાં કોરા કંકુથી સાથીયો દોરાય છે. આ સાથીયાને જેના ઘરે આનંદ ગરબો હોય તેના ઘરે ભીંત ઉપર છાપ પાડી માના પ્રતિક રૂપે અંકિત કરવાની અનોખી શ્રદ્ધા છે.

સ્ટીલની ડીસમાં દોરેલા સાથીયાની ભીંતે છાપ પાડવાની અનોખી શ્રદ્ધા

આનંદ ગરબો લોકો ઘરમાં સુખ-શાંતિ થાય તેમજ જન્મ દિવસે કે શુભ પ્રસંગો સુખ-શાંતિથી થઇ જતાં હોય તે માટે આનંદ ગરબો ઘરમાં કરાવીશું તેવી માનતા પણ રાખવામાં આવે છે. જેથી આ આનંદ ગરબા કરવામાં આવે છે. જેમાં પાલનપુરની 25થી 30 બહેનો દ્વારા છેલ્લા બાર વર્ષથી આનંદ ગરબો શ્રદ્ધાળુના ઘેર જઇ કરવામાં આવી રહ્યો છે. જેમાં આનંદ ગરબાની બહેનો દ્વારા માના ગુણલા ગવાય છે. જે પુરો થઇ ગયા બાદ આનંદ ગરબાની બહેન દ્વારા સ્ટીલની ડીસમાં કોરા કંકુથી સાથીયો દોરાય છે અને તેની ભીંત ઉપર છાપ પડાય છે.

બાર વર્ષથી 25થી 30 બહેનો આનંદ ગરબો ચલાવે છે

આ અંગે પૂછતાં આનંદ ગરબો ચલાવતાં રમાબેન પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘આનંદ ગરબામાં અમે શ્રદ્ધાળુના ઘરે જઇ માના ભજન-સત્સંગ કરીએ છીએ. ત્યારબાદ આનંદ ગરબો પુરા થઇ ગયા બાદ એક સ્ટીલની ડીસમાં કોરા કંકુથી સાથીયો દોરવામાં આવે છે અને તેને શ્રદ્ધાળુના ઘરની દિવાલ ઉપર છાપ પાડવામાં આવે છે. જેમાં ડીસમાં દોરેલા સાથીયાની છાપ હુબહુ ભીંત ઉપર પડે છે. જેમાં કંકુ બીલકુલ નીચે પડતું નથી. આમ એ સાથીયો માનું પ્રતિક કહેવાય છે.’ આનંદ ગરબામાં બહેનો માથે ગરબી મૂકી અને ગરબો રમતાં હોય છે તે પણ જોવાનો એક લાહવો હોય છે.
 
(તસવીરો: જીતેન્દ્ર પઢિયાર)
માથે ગરબી મૂકી અને ગરબો રમતી બહેનોની તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Unique Faith of Saathiya Impression Drawn on the Walls in Palanpur
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended