Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Ugandan Prime Minister Visits Banas Dairy, His Wish To Invest 100 Million USD In Agro Processing Center In India

યુગાન્ડાના PM બનાસડેરીની મુલાકાતે, ભારતમાં 100 મિલીયન ડોલરનું રોકાણ કરશે

Bhaskar News, Palanpur | Mar 13, 2017, 02:58 AM IST

  • પાલનપુર ખાતે આવેલી એશિયાની સૌથી મોટી બનાસડેરીની મુલાકાત લીધી હતી.
પાલનપુર: પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશના વડાપ્રધાન રવિવારે પાલનપુર ખાતે બનાસડેરી મુલાકાત લઈ ડેરીનો વિવિધ પ્લાન્ટ, દૂધ અને દૂધની બનાવટની માહિતી મેળવી હતી. જેઓને આગામી  સમયમાં ભારતમાં એગ્રો પ્રોસેસીંગમાં 100 મિલીયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી.
 
પૂર્વ આફ્રિકાના યુગાન્ડા દેશના વડાપ્રધાન રૂહાકાના રૂગુંડા ભારતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા છે. જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની  મુલાકાત દરમિયાન ભારતમાં એગ્રોપ્રોસેસીંગમાં 100 મીલીયન ડોલરનું રોકાણ કરવાની ઇચ્છા દર્શાવી હતી. જે અંતર્ગત રવિવારે તેમણે પાલનપુર ખાતે આવેલી  ઓશિયાની સૌથી મોટી બનાસડેરીની મુલાકાત લીધી હતી. તેમણે ડેરીના વિવિધ પ્લાન્ટ, દૂધ અને દૂધની બનાવટો અંગે માહિતી મેળવી હતી. બનાસડેરીના અધિકારીઓ દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું.

યુગાન્ડાના વડાપ્રધાને વિસનગરની મુલાકાત લીધી
યુગાન્ડાના વડાપ્રધાન રૂહાકાના રૂગુન્ડા તેમના ડેલીગેશન સાથે તેમના ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે વિસનગરની જીઆઇડીસી સ્થિત કંપનીનુ મુલાકાત લીધી હતી. વિસનગરની જીઆઇડીસીમાં આવેલ એવરેસ્ટ ઇસ્ટ્રુમેન્ટ પ્રા.લી. નામની કંપનીની શનિવારના રોજ યુગાન્ડાના વડાપ્રધાન રૂહાકાના રૂગુન્ડા તેમના અેગ્રેકલ્ચર મંત્રી તથા ડેલીગેશન સાથે મુલાકાત લીધી હતી જેમાં તેમને આવકારવા માટે ગ્રીન એમ્બેસીડર જીતુભાઇ પટેલ, ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ તથા વિસનગર જી.આઇ.ડી.સી. એસોસીએસનના પ્રમુખ મગનભાઇ પટેલ સહિત હોદ્દેદારોએ હાજર રહી બુકે આપી સન્માન કર્યું હતું. 
    
આ પ્રસંગે કંપનીના પરિમલભાઇ પટેલ અને અજીતભાઇ પટેલે વડાપ્રધાન તથા તેમના ડેલીગેશનને ડેરી ઉદ્યોગ માટે દુધના પ્રોડકશન તેમજ દુધના કલેકશન સિસ્ટમથી ઇસ્ટ્રુમેન્ટનું પ્રેઝન્ટેશન કર્યું હતું. જ્યારે વડાપ્રધાને તેમના દેશમાં ડેરી ઉદ્યોગને પ્રોત્સાહન મળે તે માટે નવી ટેક્નોલોજીમાં રસ હોવાનું જણાવી તેમના દેશમાં પણ આ ટેક્નલોજી માટે પ્લાનીંગ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ugandan Prime Minister visits Banas Dairy, His wish to invest 100 million USD in agro processing center in india
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended