Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Tharad Dena Bank Shutter Break And Robbery Try, Youth Capture In CCTV

થરાદમાં બેંકનું શટર તોડી ચોરીનો પ્રયાસ, સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી

Bhaskar News, Tharad | Mar 18, 2017, 02:37 AM IST

થરાદ:ગુરુવારે રાત્રે થરાદની દેના બેંકનું શટર તોડી ચોરીના ઇરાદે અંદર ઘૂસેલા શખસે કેશિયરની કેબિનમાં તોડફોડ કરી હતી. પરંતુ કંઇ હાથ લાગ્યું ન હતું. આ બનાવ બેંકના કેમેરામાં કેદ થતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

થરાદના વિજય બિઝનેશ સેન્ટરમાં પહેલા માળે આવેલી દેના બેંકમાં ગુરુવારે રાત્રે અજાણ્યો યુવક તિક્ષ્ણ હથિયાર વડે બેંકના મુખ્ય શટરનો હૂક તોડી અંદર પ્રવેશ્યો હતો અને કેશિયરના કેબિનમાં પૈસા હોવાનું માની પ્રિન્ટર તોડી નાખ્યું હતું. શુક્રવારે સવારે સિક્યુરિટી વિક્રમભાઇ પંડ્યાને જાણ થતાં તેમણે બ્રાન્ચ મેનેજર રામચંદ્ર ચેતનલાલ ભાટીને જાણ કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી. 

આથી પીઆઇ જે.જી. ચાવડા સ્ટાફ સાથે બેંકમાં દોડી આવ્યા હતા અને તપાસ કરતાં બેંકનો કેશરૂમ સલામત જણાયો હતો. પોલીસે બેંકના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેમાં એક અજાણ્યો યુવક પ્રવેશ કરતાં અને કોશ જેવા હથિયાર વડે શટર તોડતો જણાયો હતો. પોલીસે બ્રાન્ચ મેનેજર રામચંદ્ર ચેતનલાલ ભાટીની ફરિયાદ આધારે યુવક સામે રૂ.1500નું નુકસાન કરવા સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

બેંકનું કામકાજ બંધ રહેતાં ગ્રાહકોને હાલાકી
દેના બેંકમાંથી નાણાં નહીં મળવાના કારણે ગ્રાહકોમાં હાલાકીની છાશવારે ફરિયાદો ઉઠતી રહે છે. ત્યાં કેશિયરના કેબિનમાં તોડફોડ થતાં પોલીસે એફએસએલ અને ડૉગ સ્કવૉડની મદદ માંગતાં તે ના આવે ત્યાં સુધી બેંકની કામગીરી સ્થગિત કરતાં ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tharad Dena Bank shutter break and robbery try, Youth capture in CCTV
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended