Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Teacher Raped On 8th Standard Student, Police Arrested Accused Teacher

દિયોદર: ચોપડા લેવાના બહાને શિક્ષકે વિદ્યાર્થિનીને ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું!

Bhaskar News, Diodar | Apr 19, 2017, 02:41 AM IST

  • દુષ્કર્મ કરનાર શિક્ષક
દિયોદર:બનાસકાંઠાના દિયોદર તાલુકાના મખાણું ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મૂળ મેઘરજ તાલુકાના ઇસરી ગામના ચંદુ કાવજીભાઇ ભગોરાએ ધો.8માં અભ્યાસ કરતી છાત્રાને ચોપડા લેવાના બહાને પોતાના ઘરે લઇ જઇ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે છાત્રાની ફરિયાદ અાધારે પોલીસે મંગળવારે શિક્ષકને ઝડપી લીધો હતો.
 
ફોન કરી ચોપડા લેવા માટે શાળામાં બોલાવી
 
મેઘરજ તાલુકાના ઇસરી ગામના અને દિયોદરની  મખાણું પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુ કાવજીભાઇ ભગોરાએ 12 એપ્રિલના રોજ મખાણું ગામની ધોરણ આઠમાં અભ્યાસ કરતી એક છાત્રાના ઘરે ફોન કરી ચોપડા લેવા માટે શાળામાં બોલાવી હતી. જ્યાંથી મોટર સાયકલ ઉપર બેસાડી ચીભડા ગામે પોતાના મકાને લઇ ગયો હતો.જ્યાં તેણીની ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યુ હતુ. અને પરત આવતી વખતે માર્ગમાં છાત્રાના સબંધી જોઇ જતાં છાત્રાને માર્ગમાં જ ઉતારી પલાયન થઇ ગયો હતો. આ ઘટનાબાદ છાત્રા ગભરાયેલી છાત્રાએ મંગળવારે સઘળી હકિકત તેના પરિવાજનોને કહેતા દિયોદર પોલીસ મથકે શિક્ષક સામે ફરિયાદ નોંધાવી હતી.
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને વાંચો શિક્ષક સામે દુષ્કર્મ અને પોસ્કો અેક્ટ હેઠળ ગુનો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Teacher raped on 8th standard student, Police arrested accused teacher
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended