Home »Uttar Gujarat »Latest News »Banaskantha» ST Bus Driver Dies Of Heart Attack In Palanpur

પાલનપુર: ચાલુ બસે હાર્ટઅટેક આવતા ડ્રાઈવરનું મોત, બસ ખાડામાં ઉતરી

Ankit Vyas, Palanpur | Mar 14, 2017, 16:06 PM IST

  • ડ્રાઈવરને ચાલુ બસે હાર્ટ અટેક આવતાં બસ ખાડામાં ઉતરી ગઈ
પાલનપુર:આજે સવારે બનાસકાંઠાના પાલનપુરના મેરવાડા નજીક એક એસ.ટી બસના ડ્રાયવરને ચાલુ બસે હૃદયરોગનો હુમલો આવતાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવરની સમય સુચકતાથી 20 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આ બસ પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહી હતી. 
 
મંગળવારે પાલનપુરથી મહેસાણા તરફ જઇ રહેલ બસના ડ્રાઈવર મહમદ યાયાખાન બહેલીમને મેરવાડા નજીક હૃદયરોગનો હુમલો આવતાં ડ્રાઈવર બસના દરવાજા તરફ ઢળી પડ્યો હતો. જેથી બસના ડ્રાઈવર સાઇડનો દરવાજો ખુલી ગયો હતો અને ડ્રાઈવર નીચે પટકાતા ડ્રાઈવરના માથા ઉપરથી બસનું ટાયર ફરી વળ્યું હતું જેના કારણે ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જોકે ડ્રાઈવરે પડતા પહેલા સમય સુચકતા વાપરી બસને નજીકના ખાડામાં ઉતારી દીધી હતી. જેથી બસમાં બેઠેલા વીસ ઉપરાંતના મુસાફરોનો બચાવ થયો હતો.

આ અંગે બસના કંડક્ટર અમીતભાઇ મનસુરીએ પાલનપુર ડેપો મેનેજર તેમજ પોલીસને જાણ કરતાં પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મુસાફરોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ડ્રાઈવરના મૃતદેહને પાલનપુર સિવિલમાં પીએમ અર્થે ખસેડાયો હતો. આ અંગે બસ કંડક્ટર અમીતભાઇ મનસુરી રહે. ખેરાલુએ તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
 
તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
 
તસવીરો - અંકિત વ્યાસ, પાલનપુર
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: ST bus driver dies of heart attack in Palanpur
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended