Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Sloth Bear Attack: Forest Official Killed, 3 Injured In Danta At Banaskantha

ગુજરાતમાં પ્રથમ વખત નરભક્ષી રીંછ ઠાર, 100 વનકર્મી લાગ્યા હતા કામે

Ankit Vyas, Palanpur | Mar 29, 2017, 13:30 PM IST

  • એક વનકર્મચારી અને બે યુવકોને ફાડી ખાનાર રીંછ આખરે રામશરણ
પાલનપુર, અંબાજી:  દાંતા તાલુકાના કાંસા નજીક આવેલા જંગલમાં વનકર્મચારી અને બે આદિવાસી યુવકોને ફાડી નાંખનારા તેમજ ચાર જણાને ગંભીર રીતે ઘાયલ કરનારા રીંછને શોધવા માટે તંત્ર દ્વારા છેલ્લા ચાર કલાક કલાકથી રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બુધવારે સાંજે કરમદીના ઝાડમાં સંતાયેલા રીંછને બંદુકની ગોળીઓથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. જેને પાંજરામાં નાંખીને ગુપ્તતા સાથે પીએમ અર્થે ખસેડાયુ હતું.

દાંતાના કાંસા જંગલમાં હોળીના દિનથી માંડી ત્રણ દિવસ દરમિયાન માનવભક્ષી રીંછે બે આદિવાસી વ્યકિત અને એક વન કર્મચારીને ફાડી ખાઇ મોતને ઘાટ ઉતારી દિધા હતા. તેમજ બે આદિવાસી યુવકો અને  બે વન કર્મચારીઓ ઉપર જીવલેણ હૂમલો કરી ગંભીર રીતે ઘાયલ કરતાં દાંતા વિસ્તારમાં ભારે દહેશતનું મોજુ ફરી વળ્યું અને ઘટનાને લઇ ચોથા દિવસે બુધવારે  વનવિભાગ અને પોલીસના સહયોગથી સંયુક્ત રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

જ્યાં સવારે 10.26 મીનીટે જુદીજુદી ત્રણ ટીમો રીંછના ઠેકાણા તરફ જીવતું યા મૃત અવસ્થામાં ઝબ્બે કરવા રવાના થયા હતા. દરમિયાન સાંજે 4:45 કલાકે ટ્રેપીંગ કેમેરા ફીટ કરવા આધુનિક શસ્ત્રો અને કમાન્ડો સાથેની ટીમ બનાવ સ્થળે પહોંચે તે પહેલા એકાએક કરમદીના ઝાડમાં સંતાયેલુ રીંછ નજરે પડ્યું હતું. અને તેનું મોઢુ ઉંચુ કરતાંજ પોલીસ કમાન્ડો રાજુ ચાવલાએ ઉપરા-ઉપરી ગોળીઓ ધરબી દઇ આતંક ફેલાવનારી રીંછને મોતને ઘાટ  ઉતરી દીધી હતી. મૃતક રીંછને ઘટના સ્થળેથી લાવ્યા બાદ વનવિભાગે પુરી ગુપ્તતા સાથે રીંછના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.

પીએમ રીપોર્ટ બાદ વધુ માહિતી જાણવા મળશે
મૃતક રીંછને કેટલી ગોળીઓ મારવામાં આવી તે માદા હતુ કે નર સહિતની વિગતો પીએમ બાદ જાણવા મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

રીંછને ઠાર મારવાની મંજૂરી મેળવી હતી : ડુંગરસિંહ સોલંકી(વનસંરક્ષક, બનાસકાંઠા )
રીંછે માનવીને ફાડી ખાધો હોય અને જીવલેણ હૂમલો કર્યો હોય તેવી ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી ઘટના જોવા મળી છે. માનવજાતને ખતરા સમાન બનેલા જંગલી રીંછને ઠાર મારવા અંગે વાઇલ્ડ લાઇફ પ્રોસ્ટેશન એકટ હેઠળ રાજ્ય સરકારની મંજૂરી મેળવી હતી.

જુદીજુદી ત્રણ ટીમો દ્વારા રેસ્કયૂ હાથ ધરવામાં આવ્યું
જંગલી રીંછને ઝબ્બે કરવા વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ, રેસ્કયૂ ટીમ, ગાંધીનગર રેસ્કયૂ સહિત પોલીસના શાર્પ શુટર બ્લેક કમાન્ડો, 2 ટ્રંન્કવીલાઇઝર ગન, ટીયરગેસના સેલ, ભાલા સહિત ધારદાર હથિયારોની ટીમ જુદી-જુદી ત્રણ ટીમ દ્વારા રેસ્કયૂ હાથ ધરવામાં આવ્યું હતું.

ફાયરીંગ કરતાં જ રીંછે હૂમલો કર્યો હતો : રાજુ ચાવલા (પોલીસ શાર્પ શુટર,પાલનપુર)
કરમદીના ઝાડ વચ્ચે સંતાયેલા રીંછ ઉપર પ્રથમ વખત ફાયરીંગ કર્યું ત્યારે તે અચાનક ઉભુ થઇ અમારી ઉપર હૂમલો કરવા આવ્યું હતું. જોકે, ઉપરાઉપરી ગોળીઓ મારતાં અંતે મોતને ભેટ્યું હતું. રીંછ ખુબજ આક્રમક હતું.  જુદી-જુદી ત્રણ ટીમો દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું ચાર કલાકની શોધખોળ બાદ રીંછ કરમદીના ઝાડમાં છુપાયેલુ જોવા મળ્યું ત્રણ દિવસથી વનવિભાગ અને પોલીસને હફાવી રહ્યું હતુ
 
રીંછને ઠાર મારવાની મંજૂરી મેળવી હતી 
રીંછને ઠાર મારવા અંગે વાઇલ્ડ લાઇફ પ્રોસ્ટેશન એકટ હેઠળ રાજ્ય સરકારની મંજૂરી મેળવી હતી.: ડુંગરસિંહ સોલંકી(વનસંરક્ષક, બનાસકાંઠા )
  
રીંછ બચ્ચાના રક્ષણ માટે અથવા હડકવા થયો હોય તેવું વર્તન કરે છે
વનવિભાગના અધિકારી આઇ.કે.બારડે જણાવ્યું હતું કે, આક્રમક બનેલું રીંછ બચ્ચાના રક્ષણ માટે અથવા હડકવા થયો હોય તે પ્રકારનું વર્તન કરે છે. લોકોની સલામતી માટે રાજ્ય સરકારે રીંછ ને ગોળીએ દેવા મંજુરી આપી દીધી છે. જ્યારે કલેક્ટર જેનુ દેવને કાંસાના ડુંગર વિસ્તારમાં નાગરિકોને જવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

કેમેરા લગાવવા માટે ગયેલી ટીમ રીંછને મારી પરત ફરી
મંગળવારની રાત્રિની નિરવ શાંતિનો સમય પસાર થઇ ગયો હતો. ગાંધીનગરના અધિકારીએ  સવારે ફોરેસ્ટ વિભાગનો મોટો કાફલો બોલાવ્યો હતો.કેમેરા લગાવવા માટે ગયેલી ટીમ સાંજે રીંછને મારી પરત ફરી હતી. બુધવારે ત્રણ ટીમો બનાવાઇ  હતી. ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તેમજ પોલીસના પાલનપુરથી આવેલા શાર્પ શુટર રાજુભાઇ  ચાવલા અને વનવિભાગના અધિકારીઓની સંયુક્ત ટીમોએ સવારે 10 વાગે રીંછને શોધ‌વા માટે ડુંગરનું ચઢાણ શરૂ કર્યું હતું. બપોરે બાર વાગ્યાના સમયે ધડાકા સંભળા‌તા લોકોને લાગ્યું રીંછ પકડાયું લાગે છે. પરંતુ આ અવાજ ટીયરગેસના સેલ ગુફામાં છોડી તેના ધૂમાડાથી રીંછ બહાર લાવવાનો પ્રયાસ હતો. સવારથી બપોર સુધી ત્રણેક કલાક ચાલેલા ઓપરેશનમાં વનવિભાગને રીંછ શોધવામાં સફળતા મળી ન હતી. 

જોકે બપોરે વનવિભાગ અને પોલીસની ટીમે જમવા પરત ફરતી હતી.ત્યાં જ આદિવાસીઓએ ઢોલ વગાડીને લોકોને ભેગા કરી દીધા હતા. અને રોષ વ્યકત કરી ઓપરેશન પુરુ કર્યા વગર કેમ જતા રહો છો. આગેવાનો ઉગ્ર બની ગયા હતા. વાહનોને રોક્યા હતા. ક્યાંક બાવળોના ઝૂંડ નાંખીને રસ્તાને બ્લોક કર્યો હતો. જ્યારે બપોરે પછી ફરીથી સાંજે 4-30 પછી ટ્રેપિંગ કેમેરાની ટીમ આવી ગઇ હતી. બે ટ્રેપિંગ કેમેરાને સજ્જ કરાયાં હતા. ટીમ સાથે કમાન્ડો રાજુ ચાવલા ત્રણ ઓટોમેટીક વેપન્સ લઇને રીંછે જે જગ્યાએ હૂમલો કર્યો હતો ત્યાં પહોંચ્યા હતા. હજુ તો ટ્રેપિંગ કેમેરાનું લોકેશન ગોઠવાતું હતું ત્યાંજ કરમદીના ઝાડ પાસે છુપાયેલુ રીંછ સામે આવતા જ પોલીસ કમાન્ડોએ ગોળીઓ ધરબી દીધી હતી.રીંછના મૃતદેહને સાંજે 5 : 45ના સુમારે પાંજરામાં નાખીને દાંતીવાડા વેટનરી હોસ્પિટલે પીએમ માટે લઇ જવાયું હતું. જ્યાં ચાર વેટરનરી ડોક્ટરો દ્વારા તેનું પીએમ કરાયુંં છે. જેનું વજન 200 થી 250 કિલો છે.જ્યારે તેની લંબાઇ સાતથી આઠ ફૂટ છે.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, રીંછે કેટલીવાર હુમલો કર્યો

તસવીરો - અંકિત વ્યાસ, પાલનપુર


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sloth bear attack: Forest official killed, 3 injured in Danta at Banaskantha
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended