Home »Uttar Gujarat »Latest News »Patan» Sidhhpur GIDC Oil Theft Case: Tanker Full In 22 Minute

સિધ્ધપુર જીઆઇડીસીમાં ઓઈલ ચોરી : 22 મિનીટમાં જ ટેન્કર ભરાઈ જાઈ તેવી તૈયારી

Bhaskar News, Sidhhpur | Mar 17, 2017, 20:29 PM IST

સિધ્ધપુર:સિધ્ધપુર જીઆઇડીસીમાં પ્લોટ ભાડે રાખીને તેમાં સુરંગ બનાવી ઓઇલચોરી કરી રાતો રાત લાખોપતિ કે કરોડપતિ બનાવાના કીમીયાઓ કરાઇ રહયા છે.જેમાં જીઆઇડીસીમાંથી ફરીથી ભૂગર્ભમાં ગોઠવવામાં આવેલ નેટવર્ક પકડાઇ જતા઼ તેમાં પકડાયેલા 10 આરોપીઓને ગુરૂવારે કોર્ટમાં રજુ કરાતા 5 આરોપીના 2 દિવસના રીમાન્ડ મંજૂર થતા પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરાઇ છે. આ નેટવર્ક કામીયાબ બની ગયું હોત તો માત્ર 22 મિનીટમાં જ આખુ ટેન્કર ભરાઇ જાય અને રૂ.7 લાખનો જથ્થો ચપટીમાં ચોરાઇ જાય તેવી ગંભીરતા આઇઓસીના સૂત્રોએ જણાવી હતી.
 
સિધ્ધપુર જીઆઇડીસીમાં પકડાયેલ  આ કિસ્સામાં અગાઉ નાની મોટી ઓઇલ ચોરીમાં સંકળાયેલ રહીમભાાઇ ઉર્ફે નીમુએ દોઢ માસ અગાઉ આ પ્લોટ ભાડે રાખ્યો હતો જેમાં મિનરલ વોટર અને ટાયરના ઓઠા તળે પ્લોટ નંબર 61,110 અને 50 માંથી આઇઓસીની પાઇપલાઇન સુધી સુરંગ બનાવી ઓઇલ ચોરી કરવાનો પ્રયાસ કરાયો હતો.જેમાં મિનરલ વોટર પ્લાન્ટ રાત્રે મોડા સુધી ચાલતા હોય છે એટલે કોઇને શંકા ન જાય. બહારના ભાગે જૂના ટાયરોનો ખડકલો રખાયો હતો જેમાં રાત્રે સુરંગ ખોદવામા઼ આવતી હતી. પતરાની પાઇપો રાખી અંડર ગ્રાઉન્ડ ટાંકી બનાવતા હોવાનું જણાવતા હતા.
 
2015 માં 9 ઓકટોબરે ચોરાયેલ ક્રુડ ઓઇલ કાણોદરમાંથી 11 બેરલ પકડી પાડવામાં આવ્યું હતું. સિંકદર નામનો શખ્સ પણ ઝડપાયો હતો. જોકે તે પછી પણ આ પ્રવૃત્તિને નશ્યત કરી શકાઇ નથી.ઉતર ગુજરાતમાં 2007થી ઓઇલ માફીયાઓ સક્રીય છે.અગાઉ 25 આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરાઇ હતી તેવું પોલીસ અધિક્ષક અશ્વીન ચૌહાણે જણાવ્યું હતુ઼.
આ કિસ્સામાં આરોપીઓ સામે ઇપીકો કલમ 379, 577, 285, 120(બી),પેટ્રોલીયમ અને મિનરલ પાઇપલાઇન અધિનીયમ 1962ની કલમ 15(2) 15(4), પ્રિવેન્શન ઓફ પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એકટ 1984ની કલમ 3 મુજબ કાર્યવાહી કરાઇ છે.જેમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે તેમ DySP જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું.

5ના રીમાન્ડ મંજુર
ડીવાયએસપી જયરાજસિંહવાળા અને આઇઓસીના અશોક મેજરે જણાવ્યા મુજબ 10 આરોપીને કોર્ટમાં રજુ કરતાં તે પૈકીના 5 આરોપી રહીમભાઇ ઉર્ફે નીમુ, અબ્દુલવાહેદ, ઉમરખાન, મોહમદયુનુસ, રસીદભાઇના બે દિવસના રીમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરાયા છે બાકીના 5 મજુરો હોઇ તેમના રીમાન્ડ નામંજુર થયા છે.

ઉત્તર ગુજરાતમાં 10 વર્ષમાં 16 પંકચર કરાયા
2007 અઘાર તા.પાટણ,સાંથલ તા.મહેસાણા,દેત્રોજ તા. કડી, ચિત્રાસણી તા.પાલનપુર
2008 સુજાણપુર,તા. સિધ્ધપુર, મણુંદ તા.પાટણ,લણવાતા,ચાણસ્મા
2010  સુજાણપુર ઇન્ડસ્ટ્રીઝ પાછળ
2012  ચાંદેસર તા. સિધ્ધપુર
2013  ધારેવાડા તા. વડગામ
2014  ધારેવાડા તા. વડગામ
2015  જુલાઇ, ઓગસ્ટ, ઓકટોબરમાં ચાર કિસ્સા
2017  પ્લોટ નંબર 50 માં પંક્ચર પાડી ચોરીનો પ્રયાસ
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sidhhpur GIDC Oil theft case: Tanker full in 22 minute
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended