Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Palanpur Youth Try To Give His Sacrificial By Knife Attack On Himself

અંબાજી: 'મા જાનતી હૈ મેરી મનોકામના ક્યા હૈ', પોતાના જ ગળે ફેરવ્યો છરો

Bhaskar News, Ambaji, Palanpur | Apr 15, 2017, 19:12 PM IST

  • પોતાની બલિ આપવાનો પ્રયાસ કરનાર યુવકને પાલનપુર ખસેડાયો હતો.
અંબાજી, પાલનપુર:ઉત્તરપ્રદેશના યુવકે શુક્રવારે સવારે શક્તિપીઠ ગબ્બર પર્વત ઉપર મા અંબાને પોતાની બલિ ચઢાવવાનો પ્રયાસ કરતાં યાત્રિકોમાં દોડભાગ મચી ગઇ હતી. લોહીલુહાણ હાલતમાં યુવકને 108 દ્વારા અંબાજી અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે પોતે માતાજીને બલિ આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોતાની બલિ ચઢાવવા અંગે પારસે જણાવ્યું કે ‘મેરી મનોકામના ક્યા હૈ વો તો મા ઔર મેં હી જાનતા હૂ’ તેમ જણાવીને વધુ કહેવાનું ટાળ્યું હતું.
 
પર્સમાં રાખેલી ધારદાર છરીથી બલિ ચઢાવવાનો પ્રયાસ

અંબાજીમાં બનેલી સનસનીખેજ ઘટના મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના હમીરપુર ગામના પારસ ઓમ પ્રકાશ પરિહાર શુક્રવારે સવારે અમદાવાદથી અંબાજી દર્શનાર્થે આવ્યો હતો. જ્યાં 11 વાગ્યાના સુમારે શક્તિપીઠ ગબ્બર પર્વત ઉપર પહોંચી મા અંબાના દર્શન કર્યા હતા અને શ્રીફળ ચડાવી ગબ્બર ઉતરતાં પગથિયાં પાસે શ્રીફળ વધેરવાના સ્થાન નજીક પોતાના પર્સમાં રાખેલી ધારદાર છરી કાઢી હતી અને એકાએક પોતાના ગળાના ભાગે ફેરવી દેતાં લોહીલુહાણ યાત્રિકને જોઇ ફરજ ઉપર તૈનાત જીઆઇએસએફ મંદિર ગાર્ડ સહિત પોલીસ જવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. એટલું જ નહીં, યાત્રિકોમાં પણ ભારે ઉત્તેજના પ્રસરી ગઇ હતી.
 
ઈજાગ્રસ્ત યુવક ભયમુક્ત
 
ઘટનાની જાણ અંબાજી 108ને થતાં ઇએમટી અલકાબેન કંકોડીયા તેમજ પાયલટ ગુલાબસિંહ બારડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને અંબાજી કોટેઝમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે, ત્યાંથી તેને વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો. જ્યાં ઇજાગ્રસ્ત ભયમુક્ત હોવાનુ જાણવા મળ્યું છે. યુવકને પોતાને કોઇ જ તકલીફ ન હોવાનુ જણાવી પોતે માતાજીને બલિ આપવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. 
 
આગળ વાંચો: ‘મા જાનતી હૈ મેરી મનોકામના ક્યા હૈ’
 
તમામ તસવીરો: અંકિત વ્યાસ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Palanpur youth try to give his Sacrificial by knife attack on himself
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended