Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Palanpur Ramun Near A Bloke Arrested With Foreign Wine

પાલનપુર: રમુણ પાસેથી 8.86 લાખના વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો

Bhaskar News, Palanpur | Mar 05, 2017, 01:59 AM IST

  • પાલનપુર: રમુણ પાસેથી 8.86 લાખના વિદેશી દારૂ સાથે એક શખસ ઝડપાયો,  banaskantha news in gujarati
(ભુજ આરઆરસેલ દ્વારા કુલ રૂ. 19,89,700 નો મુદ્દામાલ કબજે)
 
પાલનપુર:આગથળાના રમુણ ત્રણ રસ્તા પાસેથી શનિવારે ભુજ આરઆરસેલ તેમજ આગથળા પોલીસ દ્વારા વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી લીધી હતી. ટ્રકમાંથી રૂ. 8.86 લાખનો વિદેશી દારૂ તથા ટ્રક સાથે એક શખસની ઝડપી લીધો હતો.
 
કચ્છ-ભુજ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એ.કે. જાડેજાની સૂચના મુજબ આર.આર.સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.બી. પટેલ સાથે યશવંતસિંહ વાઘેલા તથા રમેશભાઇ ચૌધરી ટીમ સાથે લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં શનિવારે પ્રોહિબીશન પેટ્રોલીંગમાં હતા. 
 
કુલ રૂ. 19,89,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો
 
દરમિયાન યશવંતસિંહ વાઘેલાને મળેલી બાતમીના આધારે રમુણ ત્રણ રસ્તા હાઇવે રોડ ઉપર એક ટાટા ટ્રક નં. આરજે-16-જીએ-2893 ને રોકાવી હતી. અને તેની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ પેટી નંગ-184, બોટલ નંગ-7103 કિંમત રૂ. 8,86,700 તેમજ ટાટા ટ્રક કિંમત રૂ. 11,00,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂ. 3000 આમ કુલ રૂ. 19,89,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ ટ્રકચાલક રાજસ્થાનના સુરેશકુમાર આસુરામ લુણી (રબારી) ને ઝડપી આગળની તપાસ આર.આર.સેલ ચલાવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Palanpur ramun Near a bloke arrested with foreign wine
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended