Home »Uttar Gujarat »Latest News »Banaskantha» No Cash In Tharad Dena Bank, Customer Turbulence

થરાદની દેનાબેંકમાંથી નાણાં નહીં મળતાં ગ્રાહકોનો હંગામો

Bhaskar News, Tharad | Apr 21, 2017, 02:55 AM IST

  • થરાદની દેનાબેંકમાંથી નાણાં નહીં મળતાં ગ્રાહકોનો હંગામો,  banaskantha news in gujarati
થરાદ:થરાદની દેનાબેંકમાંથી નાણાં મેળવવા માટે ધક્કા ખાવા છતાં પણ પર્યાપ્ત માત્રામાં નહી મળવાના કારણે ઉશ્કેરાયેલા ગ્રાહકોએ મેનેજરની મનમાની સામે આક્રોશ વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો.
 
ગુરવારે પૈસા ન મળતાં ગરમીની સાથે ગ્રાહકોનો મગજનો પારો પણ ઉંચકાયો હતો.અને બેંકમાં જ પૈસા માટે હોબાળો મચાવ્યો હતો.બેંકના ગ્રાહકોએ જ મેનેજરની નીતીઓ સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ‘માર્કેટયાર્ડના વેપારીઓને પુરતા પ્રમાણમાં રૂપીયા આપી દેવામાં આવે છે.જ્યારે તેઓ આખો દિવસ લાઇનમાં ભુખ્યા તરસ્યા પૈસા માટે પરેશાન થતા હોવાના છતાં પણ તેમને ધક્કા ખાવાનો વારો આવે છે. 

જોકે મેનેજર આર.કે. ભાટીએ બેંકમાં જ પુરતા પ્રમાણમાં પૈસા નહી આવતા હોવાનું જણાવ્યું હતું.’ નોંધનીય છેકે દેનાબેંકના મેનેજરના મનસ્વી વલણ સામે ગ્રાહકોમાં ભારોભાર રોષ અને આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. થોડા સમય પહેલાં પૈસા માટે ધક્કા ખાતા એક પ્રજ્ઞાચક્ષુ આધેડ પણ બેંક આગળ રડી પડ્યા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: no cash in tharad dena bank, customer turbulence
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended