Home »Uttar Gujarat »Latest News »Banaskantha» National Saint Vijay Jayantsen Suriswarji Maharaj Pass Away At Rajasthan

જયંતસેન સુરિશ્વરજી મહારાજના થયા અંતિમ સંસ્કાર, અશ્રુભિની આંખે આપી અંતિમ વિદાય

Vishnu Dave, Tharad | Apr 19, 2017, 09:27 AM IST

થરાદ: રાષ્ટ્રસંત, લોકસંતની પદવીઓથી અલંકૃત એવા વર્તમાન જૈનાચાર્ય ગચ્છાધિપતિ મહારાજા અને જૈનશાસનના સુરતાજ શ્રીમદ જયંતસેન સુરિશ્વરજી મહારાજ રવિવારની મધરાતે રાજસ્થાનના ભાંડવપુર તિર્થે કાળધર્મ પામતાં મંગળવાર સવારે દસ વાગ્યે મહારાજની પાલખીયાત્રા સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. થરાદ નગરના ભારતભરમાં સ્થાયી અને અન્ય મળીને જૈન જૈનેતર માણસોના જનશૈલાબે ભારે હૈયે અશ્રુભિની આંખે મહારાજાને અંતિમ વિદાય આપી હતી.
 
 
કુલ 33 કરોડથી વધુ ઉછામણીઓ બોલાવવામાં આવી

ભાંડવપુર તિર્થમાં મહારાજાના અંતિમ સંસ્કાર માટે બનાવેલી જગ્યાએ મહારાજાનો નશ્વર દેહ પંચમહાભુતોમાં વિલીન બન્યો હતો. તે પુર્વે મુનીમજી, અંતિમ લોચ, અંતિમ સ્નાન, છોલ પટા, ચાદર, કામળી ઓઢાડવાનો, રજોહરણ, મુપ્તી અર્પણ, વૈકુણ્ટીમાં આસન અને મહારાજાને બિરાજમાનનો તથા કળશ ચઢાવવાનો, સંથારો, ઉત્તરપટ્ટો, પાતરા,તર્પણી, નવકારવાલી, કિતાબ, જોળી, મોદક, દંડા, દંડાસન અર્પણ કરવાનો અને અંતિમ સંસ્કાર કરવાના ચઢાવાની મળીને અંદાજીત 33 કરોડથી વધારે રકમની ઉછામણીઓ બોલવામાં આવી હતી.
 
વિજયજયંતસેન સૂરિશ્વરજી મ.સા.કાળધર્મ પામ્યા

થરાદના પેપરાળના પનોતા પુત્ર અને રાષ્ટ્રસંત શ્રીમદ વિજય જયંતસેન સૂરિશ્વરજી મહારાજ 83 વર્ષની વયે રાજસ્થાનના ભાંડવપુર તિર્થમાં કાળધર્મ પામતાં જૈનસમાજમાં ધેરા શોકની લાગણી ફરી વળી હતી. થરાદ સહિત ભારતભરમાં સ્થાયી જૈનસમાજ ભાંડવપુર તીર્થે ઉમટી પડ્યો હતો. શ્રી સૌધર્મ બૃહદ તપાગચ્છ ત્રિસ્તુતિક જૈન સંઘના સુવિશાલ ગચ્છાધિપતિ અને રાષ્ટ્રસંતના નામથી ઓળખાતા શ્રીમદ્દ વિજય જયંતસેન સૂરિશ્વરજી મહારાજ સાહેબ (મધુકર) રાજસ્થાન(ભીનમાલ)ના ભાંડવપુર તીર્થે ચૈત્ર વદ-5, 17 એપ્રિલ-2017ને રવિવારની મધ્ય રાત્રીના 00:56 વાગ્યે કાળધર્મ પામ્યા હતા. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં થરાદ સહિત ભારતભરમાં સ્થાયી થયેલો જૈન સમાજ ડુંસકાં સાથે બેબાકળો બનીને ભાંડવપુર તીર્થે દોડી આવ્યો હતો. 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, સોમવારે મહારાજાની પાલખીયાત્રાના ચઢાવા બોલાયા હતા, રાષ્ટ્રસંતે 1953માં રાજસ્થાનમાં દીક્ષા લીધી હતી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: National Saint Vijay Jayantsen Suriswarji Maharaj Pass Away At Rajasthan
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended