Home »Uttar Gujarat »Latest News »Banaskantha» National Saint Vijay Jayantsen Suriswarji Maharaj Pass Away, 2 Disciples Ornate Suripad In Tharad

ભાંડવપુરમાં રાષ્ટ્રસંતના અનુગામી તરીકે 2 શિષ્યરત્નોને મળી આચાર્ય પદવી

Bhaskar News, Tharad | Apr 19, 2017, 23:45 PM IST

  • રાષ્ટ્રસંતના અનુગામી તરીકે આચાર્ય પદે બે મુનીરાજોની ઘોષણા કરવામાં આવી હતી
થરાદ:રાષ્ટ્રસંત શ્રીમદ વિજયજયન્તસેન સૂરિશ્વરજી મહારાજાના સ્વર્ગવાસ બાદ બુધવારની સવારે ભાંડવપુર તીર્થમાં મહારાજાના બે શિષ્યરત્નોને આચાર્ય પદવી આપવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ગુરુભક્તોને આચાર્યોને જયઘોષ સાથે વધાવી લીધા હતા.

ભાંડવપુર તિર્થમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત શ્રીમદ વિજય જયંતસેન સૂરીશ્વરજી મહારાજા રવિવારની મધરાતે કાળધર્મ પામતાં ભાંડવપુર તિર્થમાં મંગળવારે સવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બુધવારની સવારના મહારાજાના અનુગામી તરીકે તેમના બે મુનીરાજોની આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા હતા. જેમના ચડાવાનો લાભ મિલાપજી ચૌધરી (જૈન) બેંગ્લોરે લીધો હતો.

હજારો ગુરુભક્તોને આચાર્યોને જયઘોષ સાથે વધાવી લીધા

આચાર્ય પદની પદવી અપાયા બાદ બંન્ને શિષ્યોના આચાર્યો તરીકેના નવાં નામ શ્રી નિત્યસેન સૂરિશ્વરજી મહારાજ અને શ્રી જયરત્નસેન સૂરિશ્વરજી મહારાજ પ્રદાન કરવામાં આવ્યા હતા. આ બંન્ને આચાર્યોના હસ્તે તાજેતરમાં થરાદમાં દીક્ષા ગ્રહણ કરનાર મળીને ૨૯ ને વડી દિક્ષા પ્રદાન કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત હજારો ગુરુભક્તોને આચાર્યોને જયઘોષ સાથે વધાવી લીધા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, ભારતમાં રાષ્ટ્રસંતના 108 ગુરુમંદિરો બનશે...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: National Saint Vijay Jayantsen Suriswarji Maharaj Pass Away, 2 Disciples Ornate Suripad in Tharad
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended