Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Minus 2-4 Degrees Celsius Temperature In Mount Abu

આબુમાં માઇનસ 2.4 ડિગ્રી: પાણી ભરેલા પાત્રો થીજી ગયા, સર્વત્ર બરફની ચાદર

Bhaskar News, Amirgadh | Jan 12, 2017, 12:33 PM IST

  • ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડીમાં જનજીવન ઠુંઠવાાયું.
અમીરગઢ:  માઉન્ટઆબુમાં પાંચ દિવસમાં તાપમાનનો પારો 11.6 ડિગ્રી ઘટીને બુધવારે માઇનસ 2.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેથી બરફની ચાદર પથરાઇ છે અને સુપ્રસિદ્ધ નખી લેક થીજી ગયું છે. ખુલ્લામાં પડેલા પાણીના પાત્રો તેમજ વાહનો પર બરફ બાજી ગયો હતો. માઉન્ટ આબુમાં મંગળવારની રાત અને બુધવારનો દિવસ મૌસમનો સૌથી વધુ ઠંડો રહ્યો હતો. પાંચ દિવસમાં માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાનમાં 11.6 ડિગ્રીનો ઘટાડા સાથે બુધવારે લઘુત્તમ તામાન માઇનસ 2.4 ડિગ્રી નોંધાયું હતું. જેથી સર્વત્ર બરફની ચાદર પથરાઇ જવા પામી છે. 
 
 
ડીસામાં એક દિવસમાં તાપમાન 4.5 ડિગ્રી ગગડ્યું
 
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં થયેલ ભારે હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં શીતલહેર પ્રસરી જતાં રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીની શરૂઆત થઇ છે. ડીસામાં એક દિવસમાં તાપમાનનો પારો 4.4 ડિગ્રી જેટલો ગગડી જતાં બુધવારે લઘુત્તમ તાપમાન 6.8 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું બીજા નંબરનું સૌથી નીચું તાપમાન હતું. વધુ ઠંડીમાનો હિમપ્રભાત થાય તો રવિ પાકોને ખૂબ ફાયદો થશે.
 
માત્ર પાંચ દિવસના ટૂંકા સમયગાળામાં માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાનમાં 11.6 ડિગ્રીનો ઘટાડા સાથે બુધવારે લઘુત્તમ તામાન માઇનસ 2.4 ડિગ્રી નોંધાયું હતું. હાડ થીજાવતી ઠંડીના પગલે પર્યટકો સુર્યોદય બાદ પણ ગરમ વસ્ત્રો અને તપણાનો આસરો લઇ રહ્યા હતા. તેમજ પર્યટકોએ બરફને હાથમાં લઇ બરફીલા વાતાવરણની મજા માણી હતી. શિયાળાની ગુલાબી ઠંડીએ મોડેમોડે પોતાનો મિજાજ બતાવવાનું શરૂ કરતાં માઉન્ટમાં પથરાયેલી હરિયાળી બરફની સફેદ ચાદરમાં પથરાઇ ગઇ હતી.તે ઉપરાંત ખુલ્લામાં પડેલા પાણીના પાત્રો તેમજ વાહનો પર બરફ બાજી ગયો હતો.
 
નલિયામાં 5.4-ગાંધીનગરમાં 8.8 ડિગ્રી તાપમાન
 
રાજ્યમાં સૌથી વધુ ઠંડી લઘુતમ 5.4 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ખાતે નોંધાઈ હતી. બે ત્રણ દિવસ બાદ કોલ્ડવેવની અસર ઓછી થતા ઠંડીનો ચમકારો ઘટે તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બુધવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયા ખાતે નોંધાઈ હતી જ્યાં તાપમાનનો પારો 5.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. અમદાવાદમાં પણ શીત લહેરની અસર હેઠળ સવારના સમયે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. કંડલા એરપોર્ટ ખાતે 7.7 ડિગ્રી, રાજકોટ 8.3 ડિગ્રી, માંડવી ખાતે 8.5 ડિગ્રી, ગાંધીનગર ખાતે 8.8 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Minus 2-4 degrees Celsius temperature in Mount Abu
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended