Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Meera Solve Crime Case In Banaskantha

બનાસકાંઠાની આ 'મીરા' ગૂનાઓનો ભેદ ઉકેલવામાં છે પાવરધી, 2 વર્ષથી આવે છે પ્રથમ

Jitendra Padhiyar, Palanpur | Mar 19, 2017, 23:57 PM IST

પાલનપુર: જિલ્લાના વિવિધ ગૂનાનો ભેદ ઉકેલવામાં પાવરધી મીરાનો હત્યા, લૂંટ અને ઘરફોડ ચોરીના આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં સિંહફાળો રહ્યો છે. બનાસકાંઠા પોલીસમાં ડોબરમેન મીરા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે. જેના ડોગ હેન્ડલર હેડકોન્સ્ટેબલ સુરેશકુમાર ઇશ્વરભાઇ સોલંકી છે. જેઓ ડોગ સ્કવોર્ડમાં છેલ્લા 14 વર્ષથી ફરજ બજાવે છે. મીરાએ ત્રણ વર્ષના સમયગાળામાં હત્યાના-2, લૂંટનો-1 અને ઘરફોડ ચોરીના-3 આમ કુલ છ ઉપરાંતના ગૂનાઓ ડિટેક્ટ કર્યા છે. તેમજ અન્ય ગૂનાઓમાં માર્ગદર્શન પણ આપેલ છે. 

આ મીરા સૂઇગામના નડાબેટમાં યોજાયેલ ડોગ શો માં પણ છેલ્લા બે વર્ષથી સતત પ્રથમ નંબરે આવે છે. તેમજ ડિસેમ્બર-2016માં મૈસુર (કર્ણાટક) ખાતે ઓલ ઇન્ડીયા પોલીસ ડ્યુટી મીટમાં પણ ભાગ લીધો હતો. આમ મીરાની કામગીરીથી પોલીસબેડામાં આનંદ જોવા મળે છે.

મીરાને સવારે મેદાનમાં ફેરવ્યા બાદ પ્રેકટીસ અપાય છે. ત્યારબાદ સવારે 10 વાગે સાફસફાઇ થાય છે. 10-30 વાગે જમાવામાં 1 લીટર દૂધ અને 250 ગ્રામ રોટલી જ્યારે સાંજે સારીક્વોલિટીના ડોગ માટેના બિસ્કીટ તેમજ બે બોઇલ ઇંડા તેની સાથે શાકભાજી મિક્ષ કરીને અપાય છે.

આ ગૂનાઓ ડિટેક્ટ કર્યા
1.9 સપ્ટેમ્બર-2016માં ડીસાના નવા ગામે 10 વર્ષના છોકરાનું અપહરણ બાદ મર્ડર કરાયું હતું તે મર્ડરનો ગૂનો ડિટેક્ટ કર્યો.
2.2015માં થરાદના ધેસડામાં ઘરમાં લૂંટ થઇ હતી તે લૂંટનો ગૂનો ડિટેક્ટ કર્યો હતો.
3.અગાઉ ભાભરમાં ઉંડાઇ ગામમાં ઘરફોડ તેમજ અમીરગઢના આવલમાં ઘરફોડ સહિતના ગૂનાઓ ડિટેક્ટ કર્યા છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meera solve crime case in Banaskantha
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended