Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Local People Joint In Bear Opration, Photo Viral

રીંછના રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિક વ્યક્તિનો બંદુક સાથેનો ફોટો વાયરલ

Bhaskar News, Palanpur, Ambaji | Mar 21, 2017, 01:01 AM IST

પાલનપુર, અંબાજી:  કાંસાના જંગલમાં વનકર્મી સહિત 3 ને ફાડી ખાનાર રીંછને રેસ્કયૂ ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકોને આ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો છતાં એક સ્થાનિક વ્યક્તિ બંદૂક સાથે જોડાતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. જ્યારે રીંછના શરીર ઉપર 5 ઘા અને બે ગોળીના નિશાન મળ્યા હતા.
 
રીંછને મારવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરાયું ત્યારે સ્થાનિક પ્રજાજનોને આ વિસ્તારમાં જવા માટે પ્રતિબંધ જાહેર કરાયો હતો. તેમ છતાં આ રેસ્ક્યૂ ઓપરેશનમાં એક સ્થાનિક અગ્રણી જે પોલીસ કે વનવિભાગમાં ફરજ બજાવતા નથી. તેમ છતાં હાથમાં બારાબોરની બંદુક સાથે ઉભા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તર્ક-વિતર્ક ઉઠવા પામ્યો છે. 

પ્રતિબંધ હોવા છતાં આ વ્યકિત ઓપરેશનમાં કોની સુચનાથી જોડાયા બંદુકથી ફાયરિંગ કરી કલેકટરના જાહેરનામનો ભંગ કર્યો હતો કે કેમ તે બાબતે તંત્ર દ્વારા તપાસ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે અંગે પણ અનેક તર્ક-વિતર્ક ઉઠવા પામ્યો છે. જોકે, આ અંગે ઘટતી તપાસ કરવા વનવિભાગની કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ.
 
રીંછને એકે-47 ની ગોળીઓથી ઠાર મરાયું હતું
 ઘટનાના ચોથા દિવસે 15 માર્ચે માનવભક્ષી રીંછને એકે-47 ની ગોળીઓથી ઠાર મારવામાં આવ્યું હતું. અને દાંતીવાડા વેટરનરી દવાખાનામાં પીએમ કરવામાં આવ્યું હતું. જેનો સોમવારે રિપોર્ટ આવ્યો હતો. આ અંગે જિલ્લા વનસંરક્ષક આઇ.કે.બારડે જણાવ્યું હતું કે, પીએમ રિપોર્ટ અનુસાર રીંછના શરીર ઉપર પાંચ ઘા મળી આવ્યા છે. જેના શરીરમાંથી બે ગોળીઓ મળી હતી. રીંછ માદા હતું.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: local people joint in bear opration, photo viral
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended