Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Found The Head Of Child Embryos In Deesa Highway

ડીસાના હાઇવે કૂતરું ભ્રૂણનું માથું લઈને ભાગી ગયુંને લોકો જોતા રહ્યાં

Bhaskar News, Deesa | Apr 19, 2017, 23:20 PM IST

  • ડીસાના હાઇવે વિસ્તારમાંથી બાળ ભ્રૂણનું માથું મળી આવ્યું હતું
ડીસા:ડીસાના હાઇવે વિસ્તારમાંથી મંગળવારે સાંજે બાળભ્રૂણનું માથું મળી આવ્યું હતું.ભ્રૂણ મળ્યા બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. પણ કોઈ સરકારી તંત્ર સમયસર ન પહોંચે તે પહેલાં કૂતરું માથું લઈને ફરાર થઈ ગયું હતું.

બનાસ નદીમાં પ્લાસ્ટિકની કોથળીમાં ફેંક્યું

ડીસાના હાઇવે પર વિશ્વકર્મા મંદિર સામેના વિસ્તારમાંથી મંગળવારે સાંજે રોડની સાઇડે અધૂરા માસે જન્મેલા બાળભ્રૂણનું માથું પડેલું મળી આવ્યું હતું. ભ્રૂણ મળ્યા બાદ સ્થળ પર લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.જોકે હજુ પણ કોઈ સરકારી તંત્રને જાણ કરાય અને તંત્ર સમયસર પહોંચે તે પહેલાં કૂતરું માથું લઈને ફરાર થઈ ગયું હતું અને લોકો જોતા રહી ગયા હતા. પોલીસ ના જણાવ્યા મુજબ આ ભ્રુણ 3 કે 4 દિવસ પહેલા કોઈએ બનાસ નદીમાં પ્લાસ્ટિકની કોથળીમાં ફેંક્યું હોય અને કૂતરા ખેંચી ને લાવ્યા હોવાનું અનુમાન છે.આ ઘટનાએ ફરી એક વાર ડીસા માં ગેરકાયદે ગર્ભપાત થતો હોવાની ચર્ચા ઉઠી છે.
 
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Found The Head of Child Embryos in Deesa Highway
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended