Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Diyodar Makhanu Primory Rapist Teacher Suspended

દિયોદરના મખાણુ પ્રા. શાળાનો દુષ્કર્મી શિક્ષક આખરે સસ્પેન્ડ

Bhaskar News, Palanpur | Apr 21, 2017, 02:36 AM IST

  • દિયોદરના મખાણુ પ્રા. શાળાનો દુષ્કર્મી શિક્ષક આખરે સસ્પેન્ડ,  banaskantha news in gujarati
પાલનપુર: દિયોદર તાલુકાની મખાણુ પ્રાથમિક શાળાના શિક્ષકે ધોરણ આઠમાં અભ્યાસ કરતી છાત્રા ઉપર બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જેના પગલે નોંધાવેલી ફરીયાદ બાદ શિક્ષણ વિભાગે અહેવાલ મંગાવીને સસ્પેન્ડ કરી દીધો છે. અને હેડ ક્વાર્ટર સુઇગામ ખાતે મુકાયો છે.
 
શિક્ષણ જગતને કલંકિત કરનારી ઘટનામાં દિયોદર તાલુકાના મખાણુ પ્રાથમિક શાળાના શિક્ષક ચંદુભાઇ કાવજીભાઇ ભગોરાએ 12 એપ્રિલે મખાણુ શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી એક છાત્રાને ઘરે ફોન કરીને ચોપડા લેવા બોલાવી હતી. જેને મોટરસાયકલ ઉપર બેસાડી ચીભડા પોતાના મકાને લઇ જઇને બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. 

આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ શિક્ષણ વિભાગે તુરંતજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રાથમિક શાળાના અહેવાલ મંગાવ્યો હતો. જેમાં શાળાનો સ્ટાફ, એસએમસી સભ્યો સહિતના નિવેદનો લેવાયા હતા. જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ડી.આર.દરજીએ મખાણુ શિક્ષક ચંદુભાઇ ભગોરાને સસ્પેન્ડ કર્યો છે. તેમજ હેડક્વાર્ટર સુઇગામ ખાતે મુકયો છે. આ ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diyodar makhanu primory rapist teacher suspended
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended