Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Deesas Subhash Credit Society Manager 67 Lakhs Fraud

ડીસાની સુભાષ ક્રેડીટ સોસાયટીના મેનેજરે 67 લાખની ઉચાપત કરી

Bhaskar News, Deesa | Apr 21, 2017, 02:47 AM IST

  • ડીસાની સુભાષ ક્રેડીટ સોસાયટીના મેનેજરે 67 લાખની ઉચાપત કરી,  banaskantha news in gujarati
ડીસા:ડીસામાં ધી સુભાષ કો.ઓ. ક્રેડીટ સોસાયટીની મેનેજરે રૂ. 67 લાખ ઉપરાંતની ઉચાપત થતાં ચકચાર મચી ગઈ છે.સુભાષ ક્રેડીટ સોસાયટીમાં ઉચાપત કરેલી રકમ મેનેજર પાસેથી રીકવર કરી લેવાઇ છે. તેમ છતાં હંગામી ઉચાપતનો ગૂનો બનતો હોઇ તેની સામે મંડળી દ્વારા ફોજદારી ગૂનો નોંધાવવાની તજવીજ હાથ ધરાઇ છે.
 
ધી સુભાષ કો.ઓ. ક્રેડીટ સોસાયટીમાં  1 એપ્રિલ-2009 થી 31 માર્ચ-2014 સુધીના સમયગાળામાં મંડળીના તત્કાલીન મેનેજર સુરેશકુમાર દીપચંદભાઇ છીપાએ સત્તાનો દુરૂપયોગ કરી લોકોના બચત ખાતામાંથી રૂ. 67,22,786 ઉપાડી લઇ પોતાના અંગત કામમાં વાપરી નાણાંકીય ગેરરીતિ આચરી હોવાનું જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા નિમાયેલા સ્પેશ્યલ ઓડિટર દ્વારા કરાયેલા ઓડિટમાં બહાર આવ્યું હતું.

જેથી જિલ્લા રજિસ્ટ્રારે તેની સામે ફરિયાદ નોંધાવવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ‘મંડળી દ્વારા ઉચાપતની જાણ થતાં મેનેજરને તાત્કાલિક છૂટા કરી તેમની પાસેથી રકમ રીકવરી કરી લેવાઇ હતી. 

રીકવરી કરી લેવાઇ છે 
‘2009 થી 2014 સુધીમાં ઉચાપત કરી હોવાનું ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી મેનેજરને હટાવી તેની પાસેથી તમામ રકમ રીકવર કરી લેવાઇ છે. રજિસ્ટ્રારના આદેશથી ફરિયાદની કાર્યવાહી કરાઇ છે.’:> કનુભાઇ જોષી, ચેરમેન

ઓડિટર શંકાના ઘેરામાં
મંડળીમાં વર્ષ 2009 થી 2014 સુધી મેનેજરે ટુકડે-ટુકડે ઉચાપત કરી હતી. તો દર વર્ષે મંડળી દ્વારા ઓડિટ કરતાં આંતરીક ઓડિટરના ધ્યાને આ બાબત કેમ આવી નહીં તે સવાલ છે. સમગ્ર કૌભાંડ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા બનાવાયેલા પેનલના ઓડિટર દ્વારા બહાર પડાયું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Deesas subhash credit society manager 67 lakhs fraud
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended