Home »Uttar Gujarat »Latest News »Mehsana» Controversial Rodeshwar Mahadev Place. 3 Complaint

મહેસાણા: વિવાદાસ્પદ રોડેશ્વર મહાદેવની જગ્યા 24 કલાકમાં ખાલી કરવાનો આદેશ

Kamini Acharya, Mehsana | Mar 11, 2017, 03:59 AM IST

  • મહંતને 24 કલાકમાં જગ્યા ખાલી કરવા ગામજનોની તાકીદ
મહેસાણા: મકતુપુર હાઇવે પર આવેલ રોડેશ્વર મહાદેવ મંદિરની વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવા મહંતને 24 કલાકનો સમય અપાયો છે ત્યારે બહુચર્ચિત આ પ્રકરણમાં શુક્રવારે સવારથી મંદિરમા ધમાચકડી મચી ગઇ હતી.મહંતના સેવકને ખેતરેથી મારમારતા મંદિર સ્થળે લઇ આવવાની સાથોસાથ મહંતના રૂમમાંથી તાલુકા ભાજપના આગેવાન સહિત 4થી વધુના ટોળાએ 1.30 લાખ રોકડા અને ચાંદીના નાગની લૂંટનો મહંતે ઉંઝા પોલીસ મથકમા કરેલા આક્ષેપે ચર્ચાઓ જગાવી છે જ્યારે બીજીબાજુ ભાજપ આગેવાને 3 વ્યક્તિઓએ જાનથી મારીનાખવાની ધમકી આપ્યાનો ગુનો ઉંઝા પોલીસ મથકમાં નોંધાવ્યો હતો.

ઉંઝા નજીક મકતુપુર ગ્રામપંચાયતની હાઇવે પર આવેલ રોડેશ્વર મહાદેવ મંદિરની વિવાદાસ્પદ જગ્યા પર થયેલ બિનઅધિકૃત બાંધકામ દુર કરી 24 કલાકમા મહંતને મંદિર છોડી દેવા તાકીદ કરાઇ છે.આ સંજોગોમાં શુક્રવારે સવારે સર્જાયેલી વિવિધ 3 ઘટનાઓને પગલે એક બાજુ મહંતના સેવકો જ્યારે બીજીબાજુ ગામના યુવાનોએ મોરચો સંભાળતા દિવસભર તંગદીલી સર્જાઇ હતી.જેમા વિવાદમા રહેલા દિગમ્બર કમલેશપુરીજી મહારાજના  સેવક નલિન કુમાર કાંતિલાલ પટેલે સવારે 8.30 કલાકે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. 

ત્યારે ઉંઝા તાલુકા ભાજપ પ્રમુખ મનુભાઇ વિરચંદભાઇ પટેલ સહિતના ટોળાએ વિવાદાસ્પદ મંદિરના મુદ્દે મારમારતા ખેતરેથી મંદિરે લઇ આવ્યાની ફરિયાદ સ્થાનીક પોલીસ મથકમાં નોંધાવી હતી જ્યારે સામેપક્ષે મંદિરના રૂમમાં ઘૂંસેલા ભાજપ આગેવાન સહિતે તિજોરીમાંથી રોકડ રૂ 1.30 લાખ રોકડા,ચાંદીના નાગ અને સીસી કેમેરાનુ ડીવીઆરની લૂંટ થયાના આક્ષેપ સાથે પોલીસ મથક પહોચ્યા હતા પરંતુ 3 કલાક સુધી બેસી રહેલા મહંતની ફરિયાદ લેવાનો ટાળી ઉંઝા પોલીસે તેમનું નિવેદન લીધુ હતુ.જ્યારે સામે પક્ષે ભાજપ આગેવાન મનુભાઇ પટેલે ઉંઝા પોલીસ મથકમાં નલિન કાંતિલાલ પટેલ,દશરથજી ઠાકોર અને અન્ય એક અજાણ્યા વ્યક્તિએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોધાવ્યો હતો.

કોઇ પણ હિસાબે જગ્યા ખાલી કરાવીશુ જ : સરપંચ
પંચાયતની માલિકીની જગ્યા કોઇ પણ હિસાબે ખાલી કરાવીશુ.બીજુ બાંધકામ તોડવા માટે સરકાર પાસે તારીખ માંગાશે,જેનુ પંચનામુ કરી દીધુ છે.તળાવના હેડે ચાલતી આ જગ્યામા બીજુ કાઇ થઇ શકે તેમ નથી. : શંકરભાઇ પટેલ ( સરપંચ,મકતુપુર)

કિંમતી જમીન પર  નજર છે : કમલેશપુરીજી મહારાજ
17 વર્ષથી રોડેશ્વર મહાદેવના મંદિરનો કબ્જો ધરાવુ છુ.7/12ના ઉતારા કઢાવતા રોડેશ્વર મહાદેવની જગ્યાને રોડેશ્વર તળાવના નામે તબદીલ થયાનું ખુલ્યુ હતું.જમીનની કિંમત વધતા તેના પર તમામની નજર છે. : દિગમ્બર કમલેશપુરીજી મહારાજ

લાબા સમયથી ચાલતો વિવાદ શુ છે
રોડેશ્વર મહાદેવના નામે ઓળખાતી સર્વે નં.168મા આવેલી જમીન રોડેશ્વર તળાવના નામે મકતુપુર પંચાયતમા બોલે છે.વર્ષ 2003માગામજનોએ ટ્રસ્ટ બનાવ્યુ હતુ સામે મહારાજે 3 વ્યક્તિઓને સાથે રાખી બીજુ ટ્રસ્ટ બનાવ્યુ હતુ.જેની જાણ થતા ગામજનોએ ચેરીટેબલ ટ્રસ્ટમા કરેલી અરજી વર્ષ 2004 થી 2009 દરમિયાન ચાલી હતી અને ગામજનોનું ટ્રસ્ટ માન્ય ગણતા મહારાજની પીછેહટ થતા તેઓ અનુયાયીઓને જગ્યા આપી જોધપુર જતા રહ્યા હતા.ગત વર્ષે વિવાદાસ્પદ જગ્યા પર ગોડાઉન બનાવવાની કામગીરી સામે પંચાયતે 3 મહિના પૂર્વે સમ્યાંતરે 3 નોટીસો આપી પાણી કનેકશન બંધ કરી દેવાયેલ.આખરે સરપંચે ચોથી નોટીસ આપી પોલીસ અને વહીવટીતંત્રને સાથે રાખી બિનઅધિકૃત દબાણ તોડી મહારાજને  24 કલાકમા જગ્યા ખાલી કરવા તાકીદ કરી છે.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: controversial rodeshwar mahadev place. 3 complaint
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended