Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Collector To Launch The Construction Of Schools In The Area Haripura

18 વર્ષ વિત્યા છતાં તત્કાલીન મુખ્યમંત્રીના આદેશને તંત્ર ગણકારતું નથી

Jitendra Padhiyar, Palanpur | Apr 10, 2017, 18:26 PM IST

પાલનપુર:પાલનપુરના હરિપુરા વિસ્તારમાં 1998 માં તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલે મુલાકાત લઇ સ્કૂલ બનાવવા આદેશ કર્યો હતો છતાં તંત્ર સાભળતું ન હતું.  નવી જગ્યાનો પાલિકા દ્વારા સર્વે થઇ ગયો હોવા છતાં આજદિન સુધી બાંધકામ શરૂ ન થતાં રહીશોએ ફરીથી સ્કૂલ માટેની લડત શરૂ કરી છે અને કલેકટરને રજૂઆત કરી છે.

હરિપુરામાં 300 ઉપરાંત બાળકો અભ્યાસ માટે બે-ત્રણ કિલોમીટર જતાં હતા. ત્યારે 1998 માં તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલે આ વિસ્તારની મુલાકાત લઇ તંત્રને સ્કૂલ બનાવવા લેખિત આદેશ કર્યો હતો છતાં કોઇ પરિણામ આવ્યું નહતું. જેથી આ અંગે  ડિસેમ્બર-2014માં અહેવાલ પ્રસિદ્ધ કરતાં તે સમયે આનંદીબેન પટેલે અધિકારીઓને દોડતા કરી આ જગ્યામાં સ્કૂલ બનાવવા આદેશ કર્યો હતો. ત્યારે તંત્ર દ્વારા 8 જૂન-2015ના નવા સત્રમાં સ્કૂલની આરોગ્ય કેન્દ્રના મકાનમાં ધોરણ-1 થી 8 ની શરૂઆત કરી હતી. 

ત્યારબાદ શાળા પ્રવેશોત્સવ-2015માં જિલ્લા કલેકટર દિલીપભાઇ રાણા, જિલ્લા વિકાસ અધિકારી ગૌરવભાઇ દહીયાના હસ્તે બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. આ આરોગ્ય કેન્દ્રના મકાનમાં ત્રણ જ ઓરડા છે અને સામે 300 ઉપરાંત બાળકો છે. 

આ ઉપરાંત તંત્ર દ્વારા સ્કૂલ બનાવવા નવી જગ્યા પણ ફાળવાઇ હતી અને તેનો નગરપાલિકા દ્વારા સર્વે પણ કરાયો છતાં બાંધકામ શરૂ ન થતાં ફરીથી આ વિસ્તારના રહીશોએ પોતાના બાળકોની ચિંતા કરી લડત ચાલુ કરી છે અને શાળાનું બાંધકામ કરવા કલેકટરને રજૂઆત કરી છે. આમ આ હરિપુરાના 300 બાળકોના ભવિષ્યની કોઇ ચિંતા કરતું નથી.

સ્કૂલની જગ્યાને દબાણદારો ખાલી કરતાં નથી 
 ‘હરિપુરા પાણીના ટાંકીના સમ્પ પાસે આવેલી આંગણવાડીની બાજુમાં નગરપાલિકા દ્વારા સર્વે થયો હતો અને કલેકટરને દરખાસ્ત મોકલતાં મંજૂર થઇ હતી. પરંતુ નગરપાલિકા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવા ગઇ ત્યારે રહીશોએ હોબાળો મચાવ્યો હતો અને દબાણ ખાલી ન કરવા દઇ કોર્ટમાં ગયા છે.’
> આર.કે. સેંગલ (સર્વેયર, નગરપાલિકા, પાલનપુર)
 
વધુ  તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Collector to launch the construction of schools in the area Haripura
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended