Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Car With Wine Arrested In Gundari Checkpost In Banaskantha

આને કહેવાય આઈડિયા: બુટલેગરો પોલીસથી બચવા આ રીતે ગુજરાતમાં ઘૂસાડે દારૂ

Ankit Vyas, Palanpur | Mar 29, 2017, 13:32 PM IST

પાલનપુર: ગુજરાત સરકાર દારૂ બંધી માટે કડક કાદયા બાનાવે છે. ગુજરાતને દારૂમુક્ત કરવા માટે પોલીસ સતત મહેનત કરી રહી છે. ત્યારે બુટલેગરો ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરી રહ્યા છે. પોલીસથી બચવા બુટલેગરો દારૂને સંતાડવા અલગ-અલગ આઈડિયા અજમાવી રહ્યા છે તો તેવો જ કિસ્સો સામે આવ્યો હતો. રાજસ્થાન તરફથી આવતા પીક-અપ ડાલામાં માટલા ભરેલા હોઈ તપાસ કરતાં દેશી ફ્રિજ (માટલા)માંથી તથા અંદર બનાવેલા લોખંડના ખાનામાંથી ઝડપ્યો હતો. 
 
બાતમીના આધારે બનાસકાંઠા પોલીસ પકડ્યો વિદેશી દારૂ

બુધવારે પાંથાવાડા પી.એસ.આઈ. જયદીપસિંહ વનાર પોતાના સ્ટાફ સાથે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા. રાજસ્થાન તરફથી બાતમીના આધારે આવતા પીક-અપ ડાલા નંબર આર.જે.19-જીસી-6732ની અંદર માટલા ભરેલા હોઈ તપાસ કરતા દેશી ફ્રિજ(માટલા)માંથી તથા અંદર બનાવેલ લોખંડના ખાનામાંથી રૂ 76,800ની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ- 336 રૂ 660ની કિંમતના માટલા નંગ-22 રૂ 500નો મોબાઈલ નંગ-1 તથા અઢી લાખનું ડાલુ મળી કુલ રૂ ૩,27,960ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના જોધપુર જીલ્લાના મંડોર તાલુકાના ભેરૂનગર, ખાખરીયાના રામરામ ભેરારામ જાટની ધરપકડ કરી તેની વિરુદ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
 
સીઝનેબલ ધંધાથી આવ્યો આઈડિયા

પાંથાવાડા પોલીસે દેશી ફ્રિજ(માટલા) ભરેલા ડાલા માંથી વિદેશી દારૂ ઝડપી પાડી વધુ એક બુટલેગરોના નવા આઇડીયાનો પર્દાફાશ કર્યો હતો. દારૂ સાથે ઝડપાયેલા રાજસ્થાનના જોધપુર જીલલાના ડાલાના ચાલક રામારામ જાટને પૂછતાં જણાવ્યું હતું કે, હું જાતીય રોગનો શિકાર બનેલો છું. ગુજરાન ચલાવવા માટે સીઝનેબલ ધંધા કરું છું. ગુજરાતમાં શખત દારૂ બાંધી હોઈ આમ દારૂ લઇ જવો અઘરો છે જેથી ઉનાળાની સીઝન ચાલુ થઈ હોવાથી દેશી ઠંડા માટલાની માંગ હોઈ માટલાની અંદર તથા નીચે ખાનું બનાવી તેના પર ઘાસ નાખ્યું હતું. પણ ગુજરાતની ચાલાક પોલીસે મારો આઈડિયા સફળ ના થયો.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ટર્બો ટ્રકમાં ભરેલ મીની બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: car with wine arrested in Gundari checkpost in Banaskantha
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended