Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Bear Victims Says About How Bear Attacks On Them, Search Operation Start In Kansa Forest

ઘવાયેલા લોકોના મોઢે જ વાંચો આપવીતી, માદા રીંછે કેવી રીતે આ લોકો પર હુમલો કર્યો..?

Pankaj Soneji, Tejsingh Rathod, Ambaji, Palanpur | Mar 15, 2017, 01:25 AM IST

પંકજ સોનેજી/ તેજસિંહ રાઠોડ:દાંતાથી કાંસા જવા માટેનો માર્ગ થોડે સુધી પાકો છે. આગળ જતાં મરૂઢની માટીનોકાચો માર્ગ શરૂ થઇ ગયો હતો. કાંસાના ડુંગરમાં લાગેલા દવને ઓલવવા ગયેલા વનકર્મી રાયકણભાઇ પટણી ઉપર રીંછે હૂમલો કરી મોત નિપજાવ્યું હતુ. આ શોક વનકર્મીઓ માટે ભારે હતો. ત્યારે મંગળવારે સવારે હરકતમાં આવેલા વનવિભાગના 100 કર્મીઓ લાકડીઓ રેસ્કયૂવાહન, ટ્રંન્કવીલાઇઝર ગન, રાયફલો સાથે કાંસાના જંગલમાં પહોચ્યા હતા. 

અલગ- અલગ ટીમો બનાવીને આક્રમક બનેલા રીંછની શોધખોળ કરવા ડુંગરો ખુંદયા, છતાં સાંજે સાડા છ સુધી તેનો પત્તો ન મળ્યો. મોડી સાંજે ગાંધીનગરથી વનસંરક્ષક ઉદય વોરા આવી પહોચ્યા હતા. જેમણે રીંછે કરેલા હૂમલા અને તેની સ્ટાઇલની વાતો સ્થાનિક આરએફઓ પાસેથી જાણી અને રીંછે જે જગ્યાએ હૂમલો કરીને બે નાગરિક અને વનકર્મીને માથાના ભાગેથી કરડી ખાધા હતા. ત્યારે આ ઘટનામાં રીંછને હવે કેવી રીતે પકડી લેવું તે માટે મીટીંગ કરી હતી. ત્યાં જ ધીમે- ધીમે સાંજે અંધારૂં થવા જઇ રહ્યું હતુ. 

આજુબાજુથી આવેલા લોકો પણ ઘરે જવા માંડયા હતા. ત્યાં જ રાત્રે નવ વાગી ગયા હતા. ત્યારે વન સંરક્ષક ઉદયવોરાએ  સમગ્ર રાત્રિ તંબુમાં ગાળવાનું નક્કી કરી દીધુ હતુ. અને ત્યાંજ તંબુ મંગાવી લીધો હતો.
 
જ્યારે આ વિસ્તારમાં રાયફલો સાથે વન કર્મીઓ પણ ગોઠવાયા હતા. રીંછને ઝબ્બે કરવા તેની હિલચાલને જોવા માટે સવારે બે થી ત્રણ ટ્રેપીંગ કેમેરા ગોઠવવાનું નક્કી કરી દેવાયું હતુ. આ ટ્રેપીંગ કેમેરા કાંસા ડુંગર ઉપર 50 થી 70 ફૂટ ઉપર ખાપરા જવાના માર્ગમાં જ્યાં રીંછે હૂમલો કર્યો હતો. ત્યાં બુધવારે સવારે ગોઠવવાનું નક્કી કરાયું હતુ. જેના માટે ચારથી પાંચ ટીમો આ વિસ્તારમાં ટ્રેપીંગ કેમેરા ગોઠવી તેની હિલચાલને નોંધશે. જેમાં આ રીંછ તેના બચ્ચા સાથે છે અથવા એક કે વધુ સંખ્યામાં છે. જે નક્કી થયા પછી ગાંધીનગરથી આવનારી રેસ્ક્યુ ટીમ ઓપરેશન પાર પાડશે. 
 
આગળ વાંચો: ઘવાયેલા લોકોના મોઢે જ વાંચો આપવીતી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bear victims says about how bear attacks on them, search operation start in kansa forest
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended