Home »Uttar Gujarat »Latest News »Banaskantha» Bear Attack In Danta Forest, 3 Die And 4 Injured

કાંસા ગામે રૂંવાડા ઊભી કરી દે તેવી ઘટના, નરભક્ષી માદા રીંછે ત્રણને ફાડી ખાધા

Bhaskar News, Palanpur, Ambaji | Mar 16, 2017, 00:11 AM IST

  • વન વિભાગ દ્વારા નરભક્ષી રીંછને ઠાર મરવામાં આવ્યું હતું
પાલનપુર, અંબાજી:દાંતા તાલુકાના કાંસા ગામ પાસે અંબાજી અભ્યારણ્યમાં આંતક મચાવનારા નરભક્ષી રીંછને વન વિભાગે ઠાર મારીને ઓપરેશન પૂર્ણ કર્યું છે. રીંછને પકડવા માટે 100 કરતા વધુ લોકો સાથે વન વિભાગે અભિયાન હાથ ધર્યું હતું. માહિતી અનુસાર ટ્રેપ કેમેરા મુકતી વખતે રીંછે હુમલો કરતા તેને ઠાર મારવામાં આવ્યું છે. રીંછના મોત સાથે તંત્ર અને લોકોએ રાહતનો દમ લીધો છે. રીંછના મૃતદેહને પાલનપુર લઇ જવામાં આવ્યો છે. નોંધનીય છેકે દાંતા તાલુકાના કાંસા ગામ નજીક અંબાજી અભયારણ્યમાં નરભક્ષી રીંછે રવિવારથી મંગળવાર સુધીમાં આતંક મચાવતા ત્રણનાં મોત નીપજ્યા હતા જ્યારે ઈજાગ્રસ્ત ચાર લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
(તસવીરો તમને વિચલિત કરી શકે તેમ હોવાથી બ્લર કરવામાં આવી છે.)

દાંતા પંથકમાં ભયનો માહોલ પ્રસરાવનારી ઘટનાની વિગતો એવી છે કે, હોળીના દિવસે રવિવારે અમીરગઢ તાલુકાના ખાપરાના ભીખાભાઇ ગલાભાઇ ભગોરા (ઉ.વ.35) વહેલી સવારે જંગલવિસ્તારમાં ગયા હતા. જે મોડીસાંજ સુધી પરત ન આવતાં તેના પરિવારજનો શોધખોળ કરવા ગયા હતા. જેઓ સોમવારે દાંતાના કાંસા ગામની સીમમાં જતાં ત્યાં માદા રિંછ ભીખાભાઇના મૃતદેહનું ભક્ષણ કરી રહેલી જોવા મળી હતી. જેણે અચાનક હૂમલો કરી ખાપરાના ભાણાંભાઇ ભીખાભાઇ અંગારી(ઉ.વ.25)ને ફાડી નાંખતા તેમનું પણ મોત નિપજ્યું હતુ. જેમને બચાવવા ગયેલા કાળુભાઇ સુરમાભાઇ પરમાર તેમજ રામાભાઇ ભાડુભાઇ અંગારીને ગંભીર રીતે ઘાયલ કરતાં દાંતા 108ના ઇએમટી નિલમબેન ચૌધરી અને પાયલટ મહેન્દ્રસિંહ બારડે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

દરમિયાન આ સ્થળે દવ લાગ્યો હોવાથી વનકર્મચારીઓ પણ મંગળવારે ત્યાં પહોચ્યા હતા. જેઓ પણ રિંછની ઝપટમાં આવી ગયા હતા. જેમાં નવાવાસ રેંજ ફોરેસ્ટર  રાયકણભાઇ કાંનજીભાઇ પટણી ગૂમ થઇ ગયા હતા. જ્યારે વનકર્મી નવાવાસના ઉમરખાન ભુરેખાન બલોચ (ઉ.વ.55) અને ગંછેરાના નવાજી રાવતાજી રબારી (ઉ.વ.40)ને ગંભીર ઇજાઓ પહોચાડતાં દાંતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

દરમિયાન રેશ્કયુઓપરેશન દરમિયાન ગૂમ થયેલા વનકર્મી રાયકણભાઇ કાંનજીભાઇ પટણીનો  મૃતદેહ મળી આવતાં મૃત્યુઆંક ત્રણ થયો હતો.ત્રણ દિવસના આ ઘટનાક્રમથી સમગ્રપંથકમાં ભારે દહેશત પ્રસરી જવા પામી છે. દરમિયાન બનાસકાંઠા વન વિભાગના 200 ઉપરાંત કર્મચારીઓ દ્વારા રિંછને પકડવા માટે રેશ્કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
 
એક્સપર્ટ વ્યૂ
વન્ય પ્રાણી અને પર્યાવરણ નિષ્ણાત મનિષ વૈદ્યએ જણાવ્યું છેકે આ પ્રકારના હુમલાઓ અવારનવાર થતા રહે છે. સ્ટાફ અને રખેવાળી કરતા નાના માણસો પાસે પુરતા સાધનો નથી તથા આવા વન્ય પ્રાણીઓને પકડવા માટે તથા સ્વબચાવનું પુરતું જ્ઞાન નથી. સરકારે ગીર ઉપરાંત આ વિસ્તારમાં પણ ધ્યાન આપવું જોઇએ. અહીં સ્ટાફને ટેક્નિકલ ટ્રેનિંગ, પુરતા સાધનો, તથા રેસ્ક્યૂ કેવી રીતે કરવું તેની ટ્રેનિંગ આપવી જોઇએ. અહીં સ્થાનિક લોકો આ પ્રકાર જાનવરોથી બચવા માટે લાકડીનો ઉપયોગ કરતા હોય છે.  
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bear attack in danta forest, 3 die and 4 injured
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended