Home »Uttar Gujarat »Latest News »Banaskantha» 64 Bullet Fire On Human Hunter Female Bear

નરભક્ષી માદા રીંછને એક નહીં 64 ગોળીઓ ધરબી દેવાઇ'તી, રીંછના બચ્ચાની શોધખોળ

Bhaskar News, Palanpur | Mar 19, 2017, 03:43 AM IST

પાલનપુર:દાંતાના કાંસા જંગલમાં માદા રીંછે બે નાગરિકો અને એક વનકર્મીને ફાડી ખાધા બાદ કરાયેલા ઓપરેશનમાં રીંછને 64 ગોળીઓ વડે વીંધી નખાયું હતું. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં ફરતી થયેલી તસવીરોએ નવો વિવાદ સર્જ્યો છે. ત્યારે માદા રીંછના પીએમ બાદ પ્રાથમિક તપાસમાં હડકવાનો પોઝિટિવ રીપોર્ટ આવ્યો છે. જેને લઇને 25 જેટલા કર્મચારીઓને રસી લેવી પડી છે. બીજી તરફ વન વિભાગે રીંછના બચ્ચાની શોધખોળ આદરી છે. પરંતુ હજુ સુધી તે મળ્યું નથી.
 
અંબાજી બાલારામ અભયારણ્યમાં રીંછનો વસવાટ છે. દાંતા નજીકના કાંસાડુંગરમાં એક વોઘો છે. જ્યાં બીજી તરફ અમીરગઢનું ખાપરા ગામ છે. ડુંગર ઉપર બકરાં ચરાવવા ગયેલા બે વ્યકિતઓ અને ત્યારબાદ ડુંગરના દવને ઓલવવા ગયેલા બે વનકર્મીઓ પૈકીના એક મળીને કુલ 3 જણાને રીંછે શિકાર બનાવી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં વનવિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશનમાં પોલીસના કમાન્ડો રાજુ ચાવલાને ઓટોમેટીક વેપન્સ સાથે રીંછને ગોળીઓથી વિંધી નાંખ્યું હતું. 

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ટીયરગેસ સેલ સહિત 64 ગોળીઓનો ઉપયોગ થયો હતો. જોકે, પીએમ દરમિયાન 7થી 8  ગોળી મળી છે. છતાં ચોક્કસ વિગત પીએમ રિપોર્ટ આવે ત્યાર બાદ જ જાણી શકાશે. સૂત્રોએ ઉમેર્યું કે, રીંછ માદા અને પુખ્ત હતું. જેના બચ્ચાં હોવાનું અનુમાન છે. જેથી વનકર્મીઓ દ્વારા તેની શોધખોળ હાથ ધરાઇ છે. પરંતુ હજુ કોઇ બચ્ચાં મળ્યા નથી. જેથી બચ્ચાની શોધખોળ માટે વધુ કર્મીઓને આ કાર્યવાહીમાં જોડાશે.

હડકવામાં રિપોર્ટ પોઝિટિવ આવતા રસી અપાઇ
^રીંછના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હડકવાનો પ્રથમ પ્રાથમિક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ બે રિપોર્ટ કરાઇ રહ્યા છે. પરંતુ વેટરનરી તબીબોની મૌખિક સૂચનાને લઇને રીંછના સંસર્ગમાં આવનારા 25 જેટલા કર્મચારીઓને હડકવા વિરોધી રસી લેવાની સલાહ અપાઇ  હતી. 
> આઇ.કે.બારડ,વનસંરક્ષક, બનાસકાંઠા

કન્ફર્મેશન માટે હજુ 2 રિપોર્ટ કરવામાં આવશે
^પ્રથમ રિપોર્ટમાં મગજના ન્યુરોન કોષની ઇમ્પ્રેસન આપી સ્લાઇડ લેવાય છે. બીજો એન્ટીબોડી રીએકશન આધરિત ટેસ્ટ અને ત્રીજો પોલીમરેજ ચેઇન રીએકશન (પીસીઆર) ટેસ્ટ કરાય છે. પ્રથમ ટેસ્ટ પોઝિટિવ આવે પરંતુ તેના કન્ફર્મેશન માટે અન્ય બે ટેસ્ટ જરૂરી હોય છે. 
> એસ.બી. ઉપાધ્યાય નાયબ પશુપાલન નિયામક, બનાસકાંઠા

મૃત રીંછ સાથેની સેલ્ફીની પર્યાવરણવાદીઓમાં ટીકા 
રીંછને જે રીતે મારી બાદમાં તસવીરો પડાવનાર કર્મીઓ સામે પર્યાવરણવાદીઓમાં ખૂબ જ ટીકાઓ થઇ છે. જેમાં વિવેક દાખવવાની જરૂર હતી. તેમજ બેભાન કરીને રીંછને બચાવવાના પ્રયાસને પ્રાથમિકતા આપવાની જરૂર હતી તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. બીજીબાજુ, દાંતીવાડા વેટરનરી હોસ્પિટલ ખાતે વેટરનરી ઓફિસર સહિત 5 વેટરનરી તબીબોની ટીમે પેનલમાં મૃત રીંછનું પોસ્ટમોર્ટમ કર્યું છે. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી. પરંતુ સમગ્ર કાર્યવાહીની વીડિયોગ્રાફી કરાઇ છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 64 bullet fire on Human Hunter Female Bear
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended