Home »Uttar Gujarat »Latest News »Banaskantha» 6 Thousand Liter Milk Has Been Spilled On Road As Tanker Turn Over

પાલનપુર: રસ્તા પર દૂધનું ટેન્કર પલટ્યું, છ હજાર લીટરની રેલમછેલ

Bhaskar News, Palanpur | Apr 19, 2017, 00:24 AM IST

  • પાલનપુર: રસ્તા પર દૂધનું ટેન્કર પલટ્યું, છ હજાર લીટરની રેલમછેલ,  banaskantha news in gujarati
પાલનપુર:પાલનપુર એરોમા સર્કલ પાસે મંગળવારે વહેલી સવારે બનાસડેરીનું દૂધ ભરીને આવતા ટેન્કરનું ટાયર ફૂટતા પલટી ખાઇ ગયું હતું.જેથી ટેન્કરમાં ભરેલુ દૂધ રોડ ઉપર રેલાયુ હતુ.સદનસીબે મોટી જાનહાની ટળી હતી. પાલનપુર એરોમા સર્કલ પાસે મંગળવારે વહેલી સવારે જી.જે.08.જેડ.5155 નંબરનું ટેન્કર પલટી ખાઇ ગયુ હતુ.
 
આ અંગે ટેન્કરના ચાલક અને વડગામ તાલુકાના ચિત્રોડા ગામે રહેતા દિનેશભાઇ નાનજીભાઇ ઠાકોરે જણાવ્યું હતુ કે બનાસડેરીનું રૂટ નંબર 158નું ટેન્કર ધાનેરાના રમુણ,ચારડા,અને કોટડા ગામેની જુદીજુદી ડેરીઓમાંથી વહેલી સવારે ટેન્કરમાં દૂધ ભરી પાલનપુર બનાસડેરીમાં જઇ રહ્યુ હતુ.તે સમયે પાલનપુર એરોમા સર્કલ પાસે એકાએક ટેન્કરનું ટાયર ફાટતા ટેન્કર પલટી ખાઇ ગયું હતું.જેના કારણે ટેન્કરમાં ભરેલુ છ હજાર લીટર દૂધ રોડ ઉપર ઢોળાઇ ગયુ હતુ.આ ઘટના ના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ટેન્કરને ક્રેન મારફત રોડ ઉપરથી સાઇડમાં ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી.આ અંગે પોલીસે જાણવા જોગ ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 6 thousand liter milk has been spilled on road as tanker turn over
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended