Home »Uttar Gujarat »Latest News »Banaskantha» 5000 Robbery In Amirgadh, 2 Arrested, 1 Wanted

અમીરગઢમાં વેપારીના હાથમાંથી લૂંટ, લોકોએ મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યા

Bhaskar News, Amirgadh | Mar 21, 2017, 02:01 AM IST

અમીરગઢ: અમીરગઢ મુખ્ય બજારમાં સોમવારના ધોળા દિવસે વેપારીના હાથમાંથી રૂ. પાંચહજારની લૂંટ કરી ફરાર થતાં ત્રણ પૈકીના બે શખસોને પ્રજાએ પકડી પોલીસને સોંપ્યા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
અમીરગઢ ચાંદની ચોકમાં કરીયાણાની દુકાન ધરાવતા રવિકુમાર ગીરધારીભાઇ અગ્રવાલ સોમવારના બપોરે પોતાના હાથમાં રૂપિયા પાંચ હજાર લઇને ઉભા હતા. ત્યારે અચાનક ત્રણ શખસો આવીને વેપારીના હાથમાંથી રૂપિયા ઝુંટવી ફરાર થઇ ગયા હતા. જોકે પ્રજાએ ત્રણ પૈકી બે શખસોને ઝડપી મેથીપાક ચખાડ્યો હતો. અને બનાવની જાણ પોલીસને કરતા દોડી આવેલી પોલીસ ટીમે બન્ને શખસોને જેલના હવાલે ધકેલ્યા હતા. 

આ બનાવ સદર્ભે પોલીસે ફરીયાદી રવિકુમાર અગ્રવાલની ફરીયાદના આધારે પાલનપુર માનસરોવર પાસે રહેતા માનસિંગ લક્ષ્મણભાઇ બાવરી, જગદીશકુમાર ઘનશ્યામભાઇ ગૌસાઇ તેમજ અન્ય એક શખસ સામે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે, આ બનાવ સ્થળે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. જોકે ફરાર થયેલો શખસ રૂપિયા લઇને ફરાર થવામાં સફળ રહ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Uttar Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 5000 robbery in Amirgadh, 2 arrested, 1 wanted
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended